Gujarat

સ્વચ્છ છોટાઉદેપુર કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ફાયલરિયા આ બધા જ રોગોને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.

સ્વચ્છ છોટાઉદેપુર કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર શહેરમાં આરોગ્ય વિભાગની સાત ટીમો જે સતત સાંજે છોટાઉદેપુર નગરના સાતે સાત વોર્ડમાં કામગીરી કરતી હતી સાથે બીજી સાત ટીમો મેલેરિયાના સર્વે માટે મુકાય હતી જેમાં પોરા નાશક કામગીરી કરેલ હતી. આંકડાકીય માહિતીની વાત કરીએ તો છોટાઉદેપુરમાં સાત દિવસમાં 4884 જેટલા ઘરો કવર કરવામાં આવ્યા હતા જેમાં ૨૮૫ ઘરો એવા હતા કે જેમાં મલેરિયાના પોરા મળેલ હતા જે સ્થળ ઉપર જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નિકાલ કરવામાં આવેલ હતા, સ્વચ્છ છોટાઉદેપુર કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ ટીમ દ્વારા ઘણા બધા મેલેરિયા કિશો અટકાવી શકાયા હતા ડેન્ગ્યુનાં કેસો પણ અટકાવી શકાયા હતા.હાલ જિલ્લામાં ચોમાસાની સિઝન ચાલી રહી છે જેને લઇને કાર્યવાહી કરવામાં આવી રહેલ છે એમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230808-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *