Gujarat

રાણપુર તાલુકામાં પી.જી.વી.સી.એલ.ની કોર્પોરેટ ડ્રાઇવ ૫૩ કેસમા ગેરરીતિ ઝડપાઈ

૯,૧૨,૦૦૦ લાખનો દંડ ફટકારાયો,વીજચોરો માં ફફડાટ….
બોટાદ સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર બી.કે દવે કાર્યપાલક ઇજને એન એન અમીન બોટાદ ડી ઇ બાગુલ રાણપુર જે.ઇ બી એસ પરમારની આગેવાનીમાં પીજીવીસીએલ ની કોર્પોરેટ ડ્રાઇવ યોજાઇ હતી જેમાં સુરેન્દ્રનગર ધાંગધ્રા,લીંબડી,ઢસા બોટાદ,પાળીયાદ,અમરેલી,ઉના સાવરકુંડલા,ગઢડા 2 ની વીજટીમો એ ભાગ લઈ રાણપુર તાલુકાના ધારપીપળા,સાંગણપુર ચંદરવા,વેજલકા ગામના વીજ જોડાણો ચેક કરવાનું વહેલી સવારે ૬ વાગ્યાથી શરૂ કરી દીધેલ જેમાં અંદાજે ૧૬૫ કનેક્શનનો ચેક કરતા તેમાં ૫૩ માં ગેરરીતી ઝડપાઈ હતી જેમાં ૧૨૬ નીચે ૪૧ કનેક્શનમાં રૂપિયા ૬,૫૦,૦૦૦  તથા ૧૩૫ નીચે ૨,૬૨,૦૦૦ નો દંડ ફટકારતા કુલ ૯,૧૨,૦૦૦ નો દંડ ફટકારતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે વરસાદી વાતાવરણ હોય વીજ ચોરો બિદાસ્ત બન્યા હતા કે અત્યારે કોણ ચેકિંગ કરવા આવવાનું છે પણ આ કોર્પોરેટ ડ્રાઇવ એ તેમનું ગણિત ખોટું પાડી દીધેલ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230721-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *