Gujarat

કપડવંજના ઝંડા શક્તિકેન્દ્રમાં મનકી બાત અને ખાટલા બેઠકના કાર્યક્રમ યોજાયા…

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ  મયંકભાઈ નાયક અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ  અજયભાઈ બ્રહ્મભટ્ટની સૂચનાથી ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભીના માર્ગદર્શન હેઠળ  કપડવંજ તાલુકાના વ્યાસ વાસણા ગામે ખાટલા બેઠક, પોસ્ટકાર્ડ અભિયાન અને જનસંપર્ક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કેતનભાઈ પટેલના ધરે ગ્રામજનો અને આગેવાનોએ મન કી બાત કાર્યક્રમ પણ સાંભળ્યો હતો.
આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ મંત્રી ધૂળસિંહ સોલંકી, વિસ્તારક કૌશિકભાઈ પટેલ, કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ ગણપતસિંહ રાઠોડ, વિસ્તારક, બક્ષીપંચ પ્રમુખ બાબુભાઈ પરમાર, જિલ્લા મંત્રી રાજેશભાઈ બારોટ, જિલ્લા કોષાધ્યક્ષ રાજેશભાઈ શર્મા, કપડવંજ શહેર મહામંત્રી વિરલભાઈ પટેલ, સરપંચ કેતનભાઈ પટેલ, પરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230619-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *