Gujarat

માણાવદર: અનસુયા ગૌધામ અને શેઠ પરિવાર દ્વારા 30મીએ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

સ્વ. ડી.સી શેઠના સ્મરણાર્થે
માણાવદરની અનસુયા ગૌધામ સંસ્થા દ્વારા તથા અનસુયા અન્નક્ષેત્ર દ્વારા સ્વર્ગસ્થ દાતા ડી.સી શેઠના સ્મરણાર્થે શેઠ પરિવારના હરેશભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, હિતેનભાઈ શેઠ, રાહુલ શેઠ અને મેઘબેનના શેઠ આયોજિત માણાવદરના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પરિસરમાં શંકરના સાનિધ્યમાં 30મી ને શનિવારે સવારના 9 કલાકથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ચાપરડાની સુવિખ્યાત જય અંબે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. સચિન ગજેરા, ડો. જય રાઠોડ, ડો. કિશન ચીતલીયા, ડો. અંકિત લોહિયા, ડો. વિજય આહીર, ડો. દર્શન ગોસ્વામી અને ડોક્ટર રાધા શાહ પોતાની સેવાઓ આપશે.
કેમ્પમાં શરીર સંબંધી તમામ રોગોનું મફત નિદાન કરવામાં આવશે અને કેમ્પ માંથી વિનામૂલ્યે તમામ દવાઓ આપવામાં આવશે દર્દીઓની જો ક્યાંય બીજે સારવાર ચાલુ હોય તો તેમણે પોતાની જૂની ફાઈલ સાથે લઈ આવી દર્દીઓ કેમ્પ બાબતની વિશેષ જાણકારી મેળવવા માગતા હોય તો તેમણે હેલ્પલાઇન નંબર ૯૬૮૭૬ ૭૯૬૮૮ ઉપર સંપર્ક કરવો
તસવીર અહેવાલ

IMG-20230722-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *