Gujarat

માણાવદર પીજીવીસીએલ 2ની ટીમની બીપોરજોય વાવાઝોડામાં કાબેલેદાદ કામગીરી

માણાવદર પશ્ચિમ વિજ કચેરી 2માં કુલ આઠ જયોતિ ગ્રામ ફીડરો તેમજ બાવીસ ગામનો સમાવેશ થાય છે. તેમજ ત્રીસ ખેતી વાડી ફીડરો માં સતત રાત દિવસ પી.જી.વી.સી.એલ.ની પાંચ ટીમ ખડે પગે રહી વિજ પૂરવઠો ખોરવાઈ જાય ત્યા તાત્કાલિક ટીમો પહોંચી અને ફોલ્ટ રીપેરીંગ કરી અને વીજ પુરવઠો તાત્કાલિક ચાલુ કરેલ હતો. જેમાં જૂનાગઢ પી.જી.વી.સી.એલ.ના એસી તેમજ એજયુકેટીવ એન્જીનીયર ગણાત્રા ના માગૅદશૅક નીચે માણાવદર પી.જી.વી.સી.એલ 2 ના નાયબ ઈજનેર શ્રી ડી.એન.રૂપારેલીયા, જુનિયર એન્જીનીયર પીઠડીયા,મોદી, તેમજ ટેકનિકલ ટીમ એ તનતોડ મહેનત કરી હતી. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ લાઈન ઉપર પડેલ હતા. તેમના લીધે વીજ વાયરો તુટી ગયેલ હતા. પણ તાત્કાલિક સમારકામ કરી વીજ પુરવઠો ચાલુ કરેલ હતો.  આ કામગીરી થી ગ્રામ્ય જનો પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર ડી.એન.રૂપારેલીયા તેમની ટીમ  ની કાબેલે દાદ કામગીરી ની પ્રશંસા કરેલ છે.
તસવીર અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20230616_151701.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *