માંગરોળ તાલુકાના શેખપુર ગામે કેનાલમાં ડૂબી જવાતા બે માસુમ બાળકોના મૃત્યુ,,
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ શેખપુર ગામે આવેલી કેનાલ પાસે બાળકો રસ્તા ઉપર નીકળી રહ્યા હતા તે દરમિયાન પવન આવતા બે બાળકો કેનાલમાં પડી ગયા હતા,
તેમની સાથે રહેલા બીજા બાળકોએ તાત્કાલિક મોટા વડીલોને જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કરી બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા ફરજ પરના તબીબો દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
જેમાં અસદ ઇલ્યાસ ખેભર ઉ.વ.8 કૌશર ફારુક ખેભર ઉ.વ.6 નું પી એમ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
ઘટના ની જાણ થતા જ મામલતદાર શ્રી માંગરોળ, પોલીસ સ્ટાફ અને મુસ્લિમ સમાજ પ્રમુખ મોહમદ હુસેન ઝાલા, જિલ્લા પંચાયત સભ્ય વાલભાઈ ખેર, ભાજપ પ્રમુખ લીનેશ સૌમૈયા સહિત આગેવાનો હોસ્પિટલમાં પહોંચી ગયા હતા,,,,


