Gujarat

 માંગરોળ માં કાલે 6 વાગ્યા થી આજે સવારે 6 વાગ્યા સુઘીમા 193 મીમી વરસાદ પડેલ છે આજે સવારે 6 થી બપોરના 12  વાગ્યા સુઘીમા 284 મીમી સાડા અગિયાર ઇચ જેટલો વરસાદ પડેલ છે

 માંગરોળ માં કાલે 6 વાગ્યા થી આજે સવારે 6 વાગ્યા સુઘીમા 193 મીમી વરસાદ પડેલ છે આજે સવારે 6 થી બપોરના 12  વાગ્યા સુઘીમા 284 મીમી સાડા અગિયાર ઇચ જેટલો વરસાદ પડેલ છે આગળનો વરસાદ 867 મીમી હતો માંગરોળમા 12  વાગ્યા સુધીનો કુલ વરસાદ 1344  મીમી 54 ઇચ જેટલો પડી ગયેલ છે હજુ વરસાદી વાતાવરણ છે. કેશોદ ચોકડી પાણી આવતા લોકો જોવા ઉમટી પડયા હતા કામનાથ મહાદેવ ના મંદિરના ગર્ભગૃહ મા પાણી ભરાઈ જાણે કે મહાદેવ ને જલાભિષેક કરેલ છે અને નોળી નદીમા પણ ફરી ઘોડાપુર આવ્યુ છે
માંગરોળ ના નિચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાયા છે તેમા ગાયત્રી નગર, તિરુપતી નગર, શકિત નગર, કામનાથ ચોકડી,
 કોરોનેશન હાઇસ્કૂલ પાસે, ઝમઝમ પેટ્રોલ પંપ પાસે, બહારકોટ, બંદર ઝાપા, ગણેશ સોસાયટી, પાંજરાપોળ પાસે વિગેરે નિચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા છે અમુક વિસ્તારોમા પાણી ભરાવાનુ કારણ જયા પાણીના નિકાલ હતો ત્યા તેમજ ચારે બાજુ પેશકદમી થવાને કારણે પણ પાણી ભરાયાનુ લોક ચર્ચાય છે જાણે માંગરોળ બોણી બામણી નુ ખેતર હોય તેમ ચારે બાજુ ભુમાફીયાઓ દ્વારા બેફામ પેશકદમી થઈ ગઈ છે તેના કારણે પણ ઘણા વિસ્તારોમા પાણી ભરાય જાય છે તંત્ર આ બાબતે ગંભીર ગણી યોગ્ય કાર્યવાહી કરવા લોક માંગણી છે, હુસેનાબાદ ગામમા પાણી ભરાયા છે કેશોદ સુલતાનપુર પાસે પાણી ભરાતા હાલ કેશોદ ના રસ્તા બંધ છે પાણી ઉતરતા રસ્તા સરુ થઈ જાસે,,,તંત્ર દ્વારા માહીતી મેળવી બચાવ કાર્યમા લાગી ગયેલ હતા તેમજ સમાજ સેવક ગૃપો પણ બચાવ કાર્યોમા કામે લાગી ગયેલ હતા તેમજ માંગરોલના જાગૃત ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા ગાંધીનગર હોય માંગરોળનુ વરસાદ નુ ફોન ઉપર સતત અપડેટ્સ મેળવી તંત્રને જરૂરી સુચનાઓ આપીરહ્યા હતા,,,
 માંગરોળ મા આભ ફાટયુ આજે સવારે 6 વાગ્યા થી 12 વાગ્યા સુઘીમા  એટલે કે 6 કલાકમા 284 મીમી સાડા અગિયાર જેટલો વરસાદ પડયો છે,,,
વિનુભાઈ મેસવાણીયા માંગરોલ,,

IMG-20230719-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *