પોરબંદર
પોરબંદરમાં સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘેડ પથંકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ છે. રસ્તાઓ પર ૩થી ૪ ફૂટ સુધી પાણી ભરાઈ જતા કડછ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. અનરાધાર વરસાદ બાદ ભાદર નદીએ ઘેડ પંથકમાં તબાહી સર્જી છે. ઘેડ પંથકનું કડછ ગામ રીતસરનું બેટમાં ફેરવાઈ ગયું છે. કડછ ગામના મકાનો, રસ્તા, ખેતરો પાણીમાં ડૂબ્યા છે. જ્યાં નજર જાય ત્યાં જમીનને બદલે માત્ર જળ જાેવા મળી રહ્યું છે. કડછ ગામમાં ભાદર નદીએ મચાવેલી તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.


