Gujarat

મારી માટી- મારો દેશ’- માટીને નમન વીરોને વંદન કેવડી હાઈસ્કુલમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

સરપંચ, તલાટીસહીત સ્થાનિક અગ્રણીઓએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી
સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પ્રસિદ્ધ કેવડી ખાતે સ્થાનિક લોકોએ ભેગા મળીને મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પંચ પ્રતિજ્ઞા લીધી હતી.
વીરોને વંદન કરવાના ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ કરી શીલાફલકમ એટલે કે શહીદ વીરોનું ઋણ ચુકવવા તકતીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ તકે પીએચસીની નર્સ, આંગણવાડીઓની બહેનો, શાળાના શિક્ષકો, તલાટીમંત્રી, સરપંચ તથા ગામના આગેવાનો વીરોને અંજલી આપીને તેમના બલિદાન તથા દેશસેવાને બિરદાવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ વસુધા વંદન કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં માટીને એકત્ર કરવામાં આવી હતી. શાળાની બાળાઓ દ્વારા માથે કળશ લઈ તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી. ઉપરાંત નગરપાલિકા દ્વારા ઉભા કરાયેલા સેલ્ફી પોઈન્ટ પર પણ સૌએ સેલ્ફી લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

meri-mitti-11-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *