Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ-શાપર મા ભારે પવન સાથે વરસાદી માહોલ, સ્વયંભૂ બજારો બંધ.

વાવાજોદા ને કારણે વેરાવળ-શાપર સહીત ના વિસ્તારો મા દિવસ ભર વરસાદી ઝાપટા પડ્યા હતા. ગતરોજ ના દિવસ દરમ્યાન થી કોઈ પણ જાત ની જાનહાની ના સમાચાર મળેલ ન હતા તેમજ ગતરોજ સવાર થી ભારે પવન સાથે વેરાવળ-શાપર મા વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેર ની મેઈન બજારો બંધ જોવા મળી હતી. જેમા સ્વયંભૂ વેપારીઓએ બંધ પાળ્યો હતો મોટા ભાગની દુકાનો બંધ જોવા મળતી હતી.હાલ ભારે પવન ફૂંકાતા શહેરીજનો મોટા ભાગે ઘરમાંજ રહેવાનું પસંદ કરેલ હતું.શહેર ના મેઈન માર્ગો પર પાણી વહેતા થયા હતા આમ તંત્ર દ્વારા અગાઉ થી સાવચેતી ના પગલે શાપર-વેરાવળ મા 800 થી વધું લોકો નુ સરકારી શાળાઓ માજ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવેલ છે. જયા બપોરે અને સાંજે આશ્રીતો ને નાસ્તો તેમજ સારુ સ્વાદિષ્ટ ભોજન પીરસવામા આવે છે.શાપર-વેરાવળ ના PSI સહીત સરપંચો. તેમજ તલાટી મંત્રીઓ,TDO સાહેબ અને
મામલતદાર સાહેબ સહીત સ્ટાફ હાલ સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1686903016551.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *