સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
મૂળ અમરેલીના વતની અને ૧૦ વર્ષથી ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં મયૂરભાઈ રાઠોડને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતાં સાવરકુંડલામાં મામલતદાર કચેરીમાં એટીવીટી શાખામાં ચાર્જ સંભાળ્યો
ક્લાર્કમાંથી પ્રમોશન મળતાં અને ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવા શુભ આશિષ સાથે મિત્રો વર્તુળ,અને સમગ્ર સ્ટાફ અને પરીવારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી એમ યોગેશ ઉનડકટની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.


