હાર્દિક કાનાબાર પ્રાચી
આંખના દર્દીઓ તથા ચેસ્ટ ફિઝિશિયન કેમ્પ ના બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો..
પ્રાંચી તીર્થ…
પ્રાચી તીર્થ ખાતે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા ચેસ્ટ ફિઝિશિયન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પમાં આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં થી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પના દાતા ડોક્ટર સાવલિયા સાહેબ (રોહિતભાઈ પટેલ) પ્રાચી તથા તેમના પરિજનો તથા શ્રી પાધેશ્વરી આશ્રમ મટાણા ના ઉપવાસી સંત કરસનદાસ બાપુ તથા ડો.અજયભાઈ પરમાર ઈશાન હોસ્પિટલ વેરાવળ તથા
શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના ડો.વિવેકભાઈ તથા તનસુખબાપુ ભીમદેવળ તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનો ના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદ્બોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકાયો હતો આ કેમ્પ માં ડો.વિવેક સાહેબ એ કુલ ૧૩૦ દર્દીઓએ તપાસી જેમાં થી ૩૨ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા અને ડો. અજયભાઈ પરમાર ઈશાન હોસ્પિટલ વેરાવળ દ્વારા એ ફેફસા, શ્વાસ,છાતી, એલર્જી, ટીબી જેવા રોગો ના ૪૦ દર્દીઓને તપાસી વિના મૂલ્યે દવા આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી ( બોસન ) તથા ડો.પાલાભાઇ ( વડનગર ) તથા નાથાભાઇ સોલંકી ( થરેલી ) તથા નારણભાઈ વાળા ( પાધરૂકા ) તથા નરસિંહભાઈ વાઢેર છગિયા તથા રોહિતભાઈ દરબાર અમરાપુર તથા જુસાભાઈ વડાળા, દિવાળીબેન બદીયાણિ પ્રાચી તથા રાહુલભાઈ બોસન તથા પપ્પુભાઈ બોસન તથા પત્રકાર જાદવભાઇ ચુડાસમા પ્રાંચી તથા સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો….


