Gujarat

નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા મેગા યુવા ઉત્સવ ૨૦૨૩-૨૪  યોજાયો

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત  કાર્યરત જિલ્લા યુવા અધિકારી, નહેરુ યુવા કેન્દ્ર , જૂનાગઢની કચેરી અને બહાઉદિન સાયન્સ કોલજ ,જૂનાગઢના સયુંકત ઉપક્રમે  મેગા યુવા ઉત્સવ ૨૦૨૩-૨૪ કાર્યક્રમ યોજાયો હતો.

                 આ કાર્યક્રમમાં જૂનાગઢ ના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, બહાઉદીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી આર.પી ભટ્ટ, નોબલ યુનિવર્સિટી ના ટ્રસ્ટી શ્રી પાર્થ ભાઈ કોટેચા, નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના નાયબ નિયામકશ્રી દુષ્યંતભાઈ ભટ્ટ અને અન્ય મહેમાનોના દ્વારા કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.

       આ કાર્યક્રમમાં ચિત્રકામ સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા,  પ્રાચીન રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના ૨૦૦ થી વધારે યુવા ભાઈઓ-બહેનો એ ભાગ લીધો હતો.

        આ તકે   રાજ્ય સરકારશ્રીની યોજનાનો પ્રચાર પ્રસાર અર્થે જૂનાગઢ જિલ્લાની અલગ અલગ કચેરીઓમાંથી માહિતી વિભાગની કચેરી,મહિલા અને બાલ કલ્યાણ કચેરીની, સમાજ કલ્યાણ વિકસિતની કચેરી, આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતની કચેરી, નશાબંધી આબકારીની કચેરી, ભારતીય સ્ટેટ બેન્ક,સર્કલ ચોકની કચેરી, એસ.બી.આઈ, ટ્રેનીંગ સેન્ટરની કચેરી,દ્વારા સાહિત્ય સાથે ઉપસ્થિત રહી રહ્યા હતા. અને  રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજના વિશે સમજ આપેલ હતી.

          આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેહરુ યુવા કેન્દ્ર ,જૂનાગઢના, ભૂતપૂર્વ સ્ટાફ પ્રતાપસિંહ પરમાર, અનકભાઈ ઓ.ભુકણ તથા પ્રો. જાની,બહાઉદીન કોલેજ, બહાઉદીન કોલેજનો સ્ટાફ, ભૂતપૂર્વ એન.એસ.વી. હર્ષદ વાજા એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *