Gujarat

ગાંધીનગરના પુન્દ્રાસણ ગામ ખાતે ‘મેરી માટી – મેરા દેશ’ કાર્યક્રમ પંચાયત અગ્ર સચિવ મોના ખંઘારની ઉપસ્થિતિમાં યોજાયો

ગાંઘીનગર,
રાષ્ટ્ર નિર્માણમાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જાેઇએ, તેવું આજરોજ પુન્દ્રાસણ ખાતે યોજાયેલ ‘મેરી માટી- મેરા દેશ’ કાર્યક્રમમાં અગ્ર સચિવ શ્રી મોના ખંઘારે જણાવ્યું હતું.
અગ્ર સચિવ મોના ખંઘારે ઉમેર્યું હતું કે, દેશના તમામ નાગરિકે રાષ્ટ્રની ઉન્નતિ માટે તન-મન અને ઘન જે અર્પણ કરી શકે તે કરવાનો ઉમદા સંકલ્પ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત લેવો જાેઇએ. ભારતને આગામી ૨૫ વર્ષમાં સર્વોત્તમ ઉંચાઇએ લઇ જવાનો આપણે સૌએ પ્રયાસ કરવાનો છે.
ગુલાબ ભારતના દેશવાસીઓએ અનેક યાતનાઓ ભોગવી છે, તેવું કહી અગ્ર સચિવ મોના ખંઘારે ઉમેર્યું હતું કે, આપણે સૌ ખૂબ નસીબદાર છીએ, કારણે કે, આપણે આઝાદ ભારત દેશમાં જન્મ લીઘો છે. આઝાદીના અમતૃ મહોત્સવ થકી આપણે વીર શહીદોને શ્રધ્ધા-સુમન અર્પણ કરવાનો એક અવસર મળ્યો છે. દેશ ભક્તિને ઉજાગર કરવાની ઉમદા તક આપણને મળી છે.
આ પ્રસંગે અગ્ર સચિવ શ્રી મોના ખંઘારના હસ્તે અમૃત વાટિકાના નિર્માણ માટે વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું. તેમજ સર્વે ગ્રામજનો સાથે માટીના કોડિયામાં દીવો પ્રગટાવી પંચ પ્રણ પ્રતિજ્ઞા લીઘી હતી. તેમના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમણે ત્યાં સેલ્ફી લીઘી હતી. રાષ્ટ્ર ઘ્વજ ફરકાવી મહાનુભાવો અને ગ્રામજનોએ સલામી આપી હતી. કળશમાં માટી ભરીને મટ્ટી યાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ભરતજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય રી ભૂપતજી ઠાકોર, પુન્દ્રાસણ ગામના સરપંચ પૂનાજી ઠાકોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાનવી પટેલ, તાલુકા વિકાસ અધિકારી, શાળાના આચાર્ય સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *