Gujarat

તારીખ: 12/08/2023 ના  રોજ હડિયાણા ગામમાં ગ્રામપંચાયત દ્વારા -આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મેરી માટી મેરા દેશ

 ” કાર્યક્રમનું  આયોજન કરવામાં આવેલું. આ પ્રસંગે શિલાન્યાસ ભારતના વીર જવાનોની યાદમાં હડીયાણા ગામના મુખ્ય ગેટ આગળ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં  સમગ્ર ગ્રામજનો તેમાં જોડાયા હતા. ત્યાર બાદ બધાને પંચપ્રાણ પ્રતિજ્ઞા શ્રી હડિયાણા માધ્યમીક શાળાના આચાર્ય શ્રીમતી વનિતાબેન બી. ભંડેરી દ્વારા લેવડાવવામાં આવેલ. ત્યારબાદ વસુધાવંદના કાર્યક્રમમાં ત્રણેય શાળા ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ત્રિરંગા રેલી કાઢી વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના વહીવટદાર મનીસભાઈ સોરઠીયા.તલાટી કમ.મંત્રીઓ. ગ્રામજનો અને આગણવાડી બહેનો.આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહીને વૃક્ષારોપણ કરેલ. બાદમાં તાલુકા શાળાનાં મેદાનમાં ‘વિરવંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.કાર્યક્રમની શરૂઆતમા પધારેલ સમગ્ર નગરજનોનું  સ્વાગત પ્રવચન કન્યા શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  હડિયાણા ગામના 23 જેટલા ફોજીવીરોનું ફુલહાર. શાલ તથા મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્ર્ર ગીત અને ઝંડા ગીત શ્રી હડિયાણા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું. અંતે આ કાર્યક્રમની આભાર વિધિ શ્રી હડીયાણા  માધ્યમિક શાળાના   આચાર્ય શ્રી વનીતાબેન બી. ભંડેરીએ કરેલ અને આ કાર્યનું સફળ સંચાલન શાળાના સિનિયર શિક્ષક શ્રી ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું. આ સમગ્ર કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય શ્રી વનીતાબેન દ્વારા પૂરું પાડવામાં આવેલ…………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા………..

IMG20230812123247.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *