Gujarat

જેતપુરપાવી તાલુકાના ડુંગરવાંટ ગામે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી           

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જેતપુરપાવી તાલુકાનાં ડુંગરવાટ જુથ ગ્રામ પંચાયત દ્વારા તેમજ આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટ નાં સંયુક્ત ઉપક્રમે મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વીર જવાનો,ડુંગરવાંટ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી,ગ્રામસેવક ,શાળાના વિદ્યાર્થીઓ, શાળાનો શૈક્ષણિક સ્ટાફ,આરોગ્ય કર્મચારીઓ ગામનાં વડીલો અને ગામના લોકો ભેગા થઈ આદિવાસી માધ્યમિક શાળા એથી વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને ગામમાં અને બજારમાં ફરી હતી. ત્યાર બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરવાટ ખાતે ભારત દેશમાં વિવિધ સુરક્ષા દળોમાં થયેલા વીર શહીદોને નમન સાથે અંજલિ અર્પણ કરીને “શિલાફ લકમ”નું લોકાર્પણ વીર જવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ “વસુધા વંદન” કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટ ખાતે વીર જવાનોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ વીર જવાનોનું ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બીનાબેન રાઠવા, આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટના આચાર્ય પ્રવીણકુમાર સોલંકી તેમજ શાળા નો શૈક્ષણિક સ્ટાફ, તલાટી,ગ્રામસેવક, આરોગ્ય કર્મચારીઓ ગામના આગેવાન તેમજ ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230812_110943.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *