નોર્થ કોરિડોર ય્જીહ્લઝ્રથી સુશેન સર્કલ સુધી મેટ્રો દોડશે
વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ ફરી એકવાર મેટ્રો ટ્રેન શરૂ કરવાની વાતો વહેતી કરી છે. શહેરમાં ૫૬૦૮ કરોડ રૂપિયાના ખર્ચે મેટ્રો ટ્રેન દોડાવાશે. લાઈટ અર્બન રેલ ટ્રાન્સિટ સિસ્ટમની વડોદરાવાસીઓને ભેટ મળશે. જેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેને ચર્ચા કરી છે. મળતી માહિતી મુજબ વડોદરામાં ૪૩.૨ કિલોમીટરમાં મેટ્રો ટ્રેનનું નેટવર્ક પથરાશે. કોર્પોરેશન ટ્રાફિક સર્વે અને વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેથી હવે મેટ્રો ટ્રેન અને મલ્ટી મોડેલ ઈન્ટીગ્રેશન નેટવર્ક ઉભું કરાશે.
માહિતી મુજબ નોર્થ કોરિડોર ય્જીહ્લઝ્રથી સુશેન સર્કલ સુધી મેટ્રો દોડશે. સાઉથ કોરિડોર કાલાઘોડાથી સુશેનથી મકરપુરા નેશનલ હાઈવે સુધી વેસ્ટ કોરિડોર સેવાસી ગોત્રી કેનાલ રોડથી કાલાઘોડા સર્કલ સુધી અને ઈસ્ટ કોરિડોર કાલાઘોડાથી વાયા માંડવી ગેટ થઈને વાઘોડિયા ચોકડી સુધી રહેશે. બીજી તરફ વિપક્ષે કોર્પોરેશનની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે અગાઉ પણ ફસ્ઝ્ર અનેક લોલીપોપ આપી ચુક્યું છે. માત્ર મોટી મોટી વાતોથી કંઇ ન થાય. કોર્પોરેશનની અણઆવડથી લોકોને સુવિધા ન મળતી હોવાનો આરોપ લગાવ્યો હતો.