Gujarat

સ્થળાંતરિત ગીગાભાઈ લુચાણીએ પોતાની પ્રવૃત્તિઓ શરુ રાખી: માછમારી માટે ઉપયોગી જાળ બનાવી રહ્યા છે: મંત્રીશ્રીએ નવરાશ પળમાં આ કામગીરીને બિરદાવી

સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જૂનાગઢ જિલ્લાની ચોરવાડ ખાતેની અંદર આવેલી પ્રાથમિક શાળા ખાતે આશ્રય આપવામાં આવેલા સ્થળાંતરિત લોકો સાથે મુલાકાત કરી હતી. તેમણે લોકોના ખબર અંતર મેળવીને રહેવા, જમવા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ મળી રહે છે તેની પૃચ્છા કરી ખાતરી કરી હતી. આ સંભવિત સંકટમાં રાજ્ય સરકાર તેમની સાથે હોવાની ધરપત પણ તેમણે આપી હતી.

   સ્થળાંતરિત શબીરાબેન લુચાણીએ મંત્રીશ્રીને કહ્યું હતું કે, અહીંયા રહેવા જમવા સહિત બધી સગવડ છે, કોઈ તકલીફ નથી. તેવા જ એક સ્થળાંતરિત ગીગાભાઈ જુસબભાઈ લુચાણી આ સમય અને સંજોગોમાં પોતાની પ્રવૃત્તિઓ શરુ રાખી તેમણે પોતાની વ્યવસાયિક કામગીરી માછીમારી માટેનું ઝાળ બનાવવાનું  કામ શરુ રાખ્યું હતું.  તેમની નવરાશ પળોમાં કરવામાં આવતી તેમની આ કામગીરીને

મંત્રીશ્રીએ બિરદાવી હતી.

  આ તકે ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, પદાધિકારી અધિકારીશ્રીઓ અને

ગામ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

mantrishri-sthalntarit-sathe-samwad-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *