Gujarat

ગુજરાતમાં પેક્સને બહુહેતુક બનાવવા માટે જિલ્લા રજિસ્ટ્રારઓ સાથે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર,
ગુજરાત સહકારી ક્ષેત્રે વર્ષોથી અગ્રેસર રહ્યું છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક વિકાસના મૂળમાં પણ સહકારી ક્ષેત્રે જ છે. આ સહકારી ક્ષેત્રે વધુ સુચારું રીતે ચાલે અને સામાન્ય વ્યક્તિનું જીવન ધોરણ પણ ઊંચું આવે તેવા નક્કર આયોજન કરવા આ સરકાર કટિબદ્ધ છે, તેવું આજરોજ સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે ગુજરાતમાં પેક્સને બહુહેતુક બનાવવા તથા પેક્સ થકી લોકોને સુવિધા પૂરી પાડવા માટે જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતની જેમ તમામ રાજયમાં સહકારીતા માધ્યમ સક્રિય બને તે દિશામાં મક્કમતાથી આગળ વઘી રહ્યા છે. કેન્દ્રીય સહકાર મંત્રી દ્વારા દેશના ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાના ઉમદા આશયથી પેક્સને બહુહેતુક બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પેક્સ થકી ગ્રાહક સેવાઓ, ખાતર વિતરણ સુવિધા, મત્સ્ય ઉદ્યોગ, પેટ્રોલ ડીઝલ વેચાણ, ડિજિટલ સર્વિસ જેવી અનેક સેવાઓને સાંકળવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના એવા કેટલા ગામો છે કે જેમાં એક કરતાં વધારે મંડળીઓ કાર્યરત છે. તેમજ રાજ્યમાં પેક્સની સુવિધા વધી શકે તે માટે કયા જિલ્લામાં કેટલી તકો રહેલી છે, તેવી જરૂરી માહિતી જિલ્લા રજિસ્ટ્રારને આપવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. જે ગામમાં જનસંખ્યા ઓછી છે અથવા પેકસ શક્ય નથી, તેવી માહિતી પણ એકઠી કરી તેની આંકડાકીય વિગત આપવા પણ કહ્યું હતું. તેમણે રજિસ્ટ્રારઓને સહકારી મંડળીમાં જે સભાસદોનું અવસાન પામ્યા છે. તેમના નામ દૂર કરવા જણાવ્યું હતું. જેમાં ગુજરાતમાં ૩,૭૨,૧૨૨ સભાસદોનું અવસાન થયું છે. ૨,૦૬,૨૯૩ સભાસદો રદ કરવામાં આવ્યા છે. ૧,૬૫,૮૨૯ સભાસદો રદ કરવાના બાકી છે. તેમજ નાની મોટી મંડળીઓ બંઘ થઇ છે કે ફંડચામાં ગઇ છે. તેનો યોગ્ય નિકાલ કરવા પણ જણાવ્યું હતું.
જિલ્લા રજિસ્ટ્રારઓની સમીક્ષા બેઠકમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પેક્સ મોડલ બાયલોજીની અમલવારી, તમામ ગ્રામ પંચાયતોમાં પેક્સ ( ડેરી અને ફિશરીઝ) કો-ઓપરેટીવ સોસાયટીઝની રચના કરવા, સહકાર ક્ષેત્રમાં વિશ્વમાં સૌથી મોટા વિકેન્દ્રિત અનાજ સંગ્રહ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પેક્સની પસંદગી કરવા, સામાન્ય સેવા કેન્દ્રો (ઝ્રજીઝ્ર) તરીકે પેક્સની પસંદગી, પેક્સ દ્વારા નવા ખેડૂત ઉત્પાદક સંગઠનો (હ્ર્લઁંજી) ની રચના, એલ.પી.જી. ડિસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ આઉટલેટની કામગીરી માટે પેક્સ કક્ષાએ રજિસ્ટ્રેશન બાબત, પેક્સ દ્વારા સંચાલિત બલ્ક કન્ઝ્‌યુમર પેટ્રોલ પંપને રિટેલ આઉટલેટમાં રૂપાંતરિત કરવા, પેક્સને જન ઔષધિ કેન્દ્રો તરીકે નોંધણી અંગે, ઁસ્દ્ભજીદ્ભ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર (જૈવિક ખાતર, ઓર્ગેનિક ખાતર) તરીકે પેક્સ કક્ષાએ ચલાવવા, ગ્રામ્ય પાઈપ વોટર સપ્લાય સિસ્ટમના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે પેક્સને કામગીરી સોંપવા, મલ્ટી સ્ટેટ કો.ઓપ.સોસાયટીમાં મંડળીઓને સભાસદ બનાવવા બાબત, સહકારી મંડળીઓમાં અવસાન પામેલ સભાસદોને દૂર કરવા, ૭ વર્ષથી સ્થગિત હોય તેવી સહકારી મંડળીઓને ફડચામાં લઈ જવા- નોંધણી રદ કરવા, ઓડીટ કામગીરીની, ઇ–કોઓપરેટીવ સ્ૈંજી પોર્ટલ પર થયેલ ડેટા એન્ટ્રીની સમીક્ષા, પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના, ઈ-નામ યોજનામાં ઈ-ટ્રેડની પ્રગતિ, ઇ–સરકારની કામગીરી તથા ી-જૈખ્તહ ની કામગીરી બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકના આરંભે સહકાર ખાતાના વડા અને રજિસ્ટ્રાર ડી એચ.શાહે મંત્રી અને સર્વે જિલ્લા રજીસ્ટારઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ સહિત તમામ જિલ્લાના રજીસ્ટારાર ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-Ex-04-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *