લીલીયા મોટા કન્યાશાળામાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ શાળાની પ્રેરક મુલાકાત લીધી હતી તેમની સાથે અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલ ભાઈ દુધાત ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ આવેલ મહેમાન પ્રફુલ ભાઈ નું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું તેમ જ પ્રફુલભાઈ દ્વારા બાળાઓની આરતી ઉતારી તેમને શુભકામના પાઠવી હતી શાળા પરિવાર દ્વારા પ્રફુલભાઈ નું સાલ ઓઢાડી તેમજ ભગવત ગીતા આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શિક્ષણ મંત્રી શ્રી એ શાળાની વિદ્યાર્થીનીઓને ભાગવત ગીતાના ઉદાહરણ દ્વારા સુંદર માર્ગદર્શન આપ્યું હતું સાથે ચર્ચા અને પ્રશ્નોત્તરી કરી પ્રોત્સાહન આપ્યું અને જીવનમાં ઉતારવા જેવી પ્રેરણાદાઈ વાતો કરી નારી તુ નારાયણી કહી નીડર બનવા સમજાવ્યું ત્યારબાદ શાળાની બાળાઓ સાથે અને સ્ટાફ સાથે ફોટા પડાવ્યા આ પ્રસંગે લીલીયા તાલુકાના ટીપીઓ મકવાણા સાહેબ બીઆરસી અભિષેક ભાઈ ઠાકર સી.આર.સી.શાળા આચાર્ય ભૂમિકાબેન જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખભાઈ ડાભી ગૌતમભાઈ જીગ્નેશ સાવજ અરજણભાઈ ધામત તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અશ્વિનભાઈ તથા તાલુકા પંચાયતના સદસ્યો SMC અધ્યક્ષ નીતિન ડુંગરિયા શાળા પરિવારના સહયોગમાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરાયું હતું તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


