વધુ માહિતી માટે ખેડૂતમિત્રોએ નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીએ જણાવેલ ૦૨૬૮-૨૫૫૦૬૨૪નો સંપર્ક કરવો
***
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની નવી યોજના તરીકે ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અંતર્ગત આંબા તથા જામફળ પાકમાં કલમ/ટીસ્યુ રોપા તેમજ કેળ પાકના ટીસ્યુકલ્ચર રોપા ઉપર સહાય માટેનો કાર્યક્રમ મંજુર થયેલ છે.
આ યોજનામાં આંબા અને જામફળ માટે ખાતા દીઠ મહતમ ર હેકટરની મર્યાદામાં આંબા માટે ઓછામાં ઓછા ૪૦૦ કલમો પ્રતિ હેકટર માટે કલમ દીઠ રૂ. ૧૦૦/- અથવા થયેલ ખર્ચ પૈકી ઓછું હોય તે ધ્યાને લઈ રૂ. ૪૦,૦૦૦ પ્રતિ હેક્ટર દીઠ તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખર્ચના ૫૦% લેખે અથવા રૂ ૧૦,૦૦૦/- પ્રતિ હેક્ટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.
જામફળ માટે ઓછામાં ઓછા ૫૫૫ કલમો રોપા પ્રતિ હેક્ટર માટે કલમ દીઠ રૂ. ૮૦/- અથવા થયેલ ખર્ચ પૈકી ઓછું હોય તે ધ્યાને લઈ રૂ. ૪૪,૦૦૦/- પ્રતિ હેક્ટર તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખર્ચના ૫૦% લેખે અથવા રૂ.૬૦૦૦/- પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
કેળ (ટીસ્યુકલ્ચર) ફળપાક માટે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા ૩૦૦૦ રોપા ધ્યાને લઈ કેળ પાકના ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ રૂ. ૫/- સહાય ધ્યાને લઈ મહતમ રૂ. ૧૫૦૦૦/- પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
ફળપાક ઉત્પાદકતા યોજનાની સહાય મેળવવા માટે તા.૧૮/૦૭/૨૦૨૩ થી ૧૭/૦૮/૨૦૨૩ સુધી આઈ ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવેલ છે. જે ખેડુતમિત્રો બાગાયત ખાતાની આ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇંટરનેટ સોર્સ મારફત પોતાના ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત તેમજ જાતિના દાખલા (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ખેડુતો માટે) સાથે લઈ જઈને સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનીક કાગળો અરજી કર્યા બાદ દીન – ૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક “ડી”, રૂમ નં.: ૪-૫, સરદાર પટેલ ભવન, નડિયાદ, જિ.ખેડા એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા આથી જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીએ જણાવેલ ૦૨૬૮-૨૫૫૦૬૨૪નો સંપર્ક કરવો તેવું નાયબ બાગાયત નિયામકશ્રી નડિયાદ દ્વારા જણાવાયું છે.
