15 ગામોના આગેવાનોની હાજરી વચ્ચે યોજાયુ ભૂમિપૂજન
ગ્રામજનોએ MLAનો આભાર વ્યક્ત કર્યો!
બોડેલી તાલુકાના સાલપુરાથી ડુમા ગામનો ડામર સપાટીનો રસ્તો 80 લાખ રૂપિયા ના ખર્ચે નવો બનશે. આ રસ્તો છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાને જોડતો મહત્વનો નવો વિકાસ માર્ગ પણ ગણાશે તેઓ સ્થાનિકો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
આ અંગે સાલપુરા ખાતે ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાયો હતો. ધારાસભ્યએ મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન વિસ્તારની વિકાસ ગાથામાં ₹400 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ મળી હોવાની વાત કહી હતી. તે અંગે સાલપુરા ખાતેના કાર્યક્રમમાં પુનરોચ્ચાર કરતાં અમે ખાતમુહૂર્ત પણ કરીએ છીએ અને ઉદઘાટન પણ કરીએ છીએ તેઓ આત્મવિશ્વાસ વ્યક્ત કરી ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા પણ કરી હતી.
સાલપુરા ડુમા નો આ રસ્તો નવો ડામર સપાટીનો બનશે ત્યારે સાલપુરા તરફના ગામડાઓ તેમજ માકણી તરફના ગામો, બીજી બાજુ ડુંગર પટ્ટીના ગામો ડુમા, હવેલી, સહિતના જાંબુઘોડા તાલુકાના ગામો પરસ્પર જોડાશે. બોડેલી તાલુકા અને જાંબુઘોડા તાલુકાને જોડતો આ રસ્તો ખરો. પરંતુ બે જિલ્લા પણ આ માર્ગથી જોડાશે. હવે અંતરિયાળ રસ્તાઓ પણ વિકાસની મુખ્ય ધારા સાથે જોડાઇ ટ્રાફિકથી ધમધમવા લાગ્યા છે. ત્યારે તે આ વિસ્તારનો વિકાસનો નવો માર્ગ પણ બની શકશે તેઓ સ્થાનિક આગેવાનોએ આશાવાદ વ્યક્ત કર્યો છે.
સાલપુરા ગામે યોજાયેલા ખાતમુહૂર્ત વિધિમાં આજુબાજુના 15 ગામોની પ્રજા મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. જેઓએ ધારાસભ્ય અભેસિંહ તડવીનો આભાર વ્યક્ત કરતા ‘અભેસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ!’ ના સૂત્રો પોકારી તેઓની કાર્ય સેવાથી વિસ્તારના વિકાસ માટે અનન્ય યોગદાન બદલ અભિભૂત ગ્રામજનોએ અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નવો બનનાર માર્ગ 1200 મીટર લંબાઈનો અને સાલપુરા થી ડુમા રેવન્યુ વિલેજ ને જોડશે. આ બે ગામો જ નહીં પરંતુ સ્થાનિક 10 ગામોને સીધો લાભ મળશે. તે સાથે માકણી બેલ્ટ, ડુંગર પટ્ટી વિસ્તારના નાગરિકોને પણ સરળ અને ઇકોનોમિક રસ્તો મળશે. જેનાથી સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે તેમ સ્થાનિકોએ જણાવ્યું છે.
બોક્સ 1
ધારાસભ્ય અભેસિંહ તડવી ખરા અર્થમાં 108 ઈમરજન્સી જેવી ભૂમિકા ભજવે છે
સાલપુરાના સરપંચ અલ્પેશભાઈ બારીયા એ જણાવ્યું હતું કે, માટી મેટલનો આ રસ્તો હતો જે હવે ₹80 લાખના ખર્ચે નવો બનવાનો છે. ત્યારે અમે ધારાસભ્ય અભેસિંહ તડવીને રજૂઆત કરેલી તે આજે ફળીભૂત થતી હોવાનું જણાઈ રહ્યું છે. અભેસિંહ તડવી સાચા અર્થમાં ઈમરજન્સી 108 તરીકેની સેવાઓ આપી રહ્યા છે તે અમે પણ અનુભવ્યું છે. સમગ્ર વિસ્તારના નાગરિકો ધારાસભ્યનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
બોક્સ 2
વિધાનસભા ચૂંટણીઓ વખતે સાલપુરા ગામને આ રસ્તો નવો બનાવવા વચન આપેલું તે કામ કરવા આજે ભૂમિ પૂજન કરવાનો અવસર મળ્યો
– અભેસિંહ તડવી, ધારાસભ્ય – સંખેડા
સાલપુરા થી ડુમાનો નવો રસ્તો એક વર્ષમાં તૈયાર થઈ જશે. આ રસ્તો સમગ્ર વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ માર્ગ ગણાશે. છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લા ને જોડતી કડીરૂપ આ માર્ગ બંને વિસ્તારના નાગરિકોની સામાજિક અને આર્થિક બાબતોમાં પણ જોડતી કડીરૂપ બનશે તેવી અપેક્ષા છે. એક વર્ષમાં આ રસ્તો તૈયાર થઈ જશે અને વિસ્તારને નવા રસ્તાની ભેટ મળશે. ઓરસંગ નદી પર જોજવા પાસે 36 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર નવા બ્રિજની ડિઝાઇન સહિતની કાર્યવાહી સરકારમાં ચાલી રહી છે.ટૂંક સમયમાં તેનું પણ ખાતમુહૂર્ત થશે. વિસ્તારના વિકાસ માટે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં 400 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની સરકારી ગ્રાન્ટ વપરાઇ છે, હાલમાં પણ વપરાઇ રહી છે અને ભવિષ્યમાં પણ જરૂરત પ્રમાણે ગ્રાન્ટો માંગીએ છીએ તેમ મળે છે. સંખેડા વિધાનસભા મત વિસ્તારની કાયા પલટ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર