Gujarat

 વાવાઝોડાને પગલે મોતને ભેટેલ વ્યક્તિના પરિવારને ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે ₹ ચાર લાખનો ચેક અપાયો

છોટાઉદેપુર જિલ્લામાં બીપોરજોય વાવાઝોડાને લીધે આ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
બોડેલીના જુના કદવાલીયા ગામે ઘરનું છાપરું ઉડતા 16 જૂને કંચન બારીયાનું મોત નીપજ્યું હતું
     બોડેલી તાલુકાના જુના કદવાલીયા ગામે બીપોરજોય વાવાઝોડાની અસરે 65 વર્ષના આઘેડનું તેમના મકાનના છાપરા ઉડતા, તેનું પતરું વાગતા ગંભીર ઇજાઓને પગલે મોત નીપજયું હતું.આજે ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે ભોગ બનનારના વિધવા જશીબેન કંચનભાઇ બારીયાને ચાર લાખ ₹ નો સહાયનો ચેક અપાયો હતો.ધારાસભ્યએ પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.
      બીપોરજોય વાવાઝોડાએ છોટાઉદેપુર જિલ્લામાં એક વ્યક્તિનો ભોગ લીધો હોવાની એક માત્ર ઘટના બોડેલી તાલુકાના જુના કદવાલીયા ગામે બની હતી. તા.16 જૂન 2023 ના રોજ જુના કદવાલિયા ગામે રહેતા કંચનભાઈ મોઘજીભાઈ બારીયા (ઉ.વ.65) પોતાને ઘરે હાજર હતા તે સમયે અચાનક વાવાઝોડું આવ્યું હતું. ભારે પવન ફૂંકાતા તેમના ઘરના છાપરા ઉડી ગયા હતા. આ ઉડતા છાપરા નજીક જ તેઓ ઘર પાસે હાજર હતા ત્યારે છાપરાનું પતરું તેમને વાગતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓને બોડેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, ડોક્ટરે દવાખાને કંચનભાઈનો મૃતદેહ લવાયો હોવાનું જણાવી તેઓનું પ્રાણ પંખેરુ ઉડી ગયેલું હોવાનું જણાવ્યું હતું. કદવાલિયા ગામે આ ઘટનાને પગલે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.
     કંચનભાઈ બારીયાના મોત સાથે તેઓના ઘરને ભારે નુકસાન થયું હોવાનું તલાટી કમ મંત્રી સર્જન બારીયાએ બોડેલી તાલુકા પંચાયતમાં રિપોર્ટ કર્યો હતો.બોડેલી પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ પણ કરાઇ હતી. મરણ જનારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યુ હતું.
      કુદરતી આપત્તિમાં જુના કદવાલીયાના વૃદ્ધનું મોત નિપજતાં સરકારી સહાય માટે તેમની પત્નીને ₹ 4 લાખનો ચેક ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે અપાયો હતો.આ પ્રસંગે કદવાલીયા સરપંચ નયનાબેન પ્રવિણભાઇ રાઠવા, તલાટી કમ મંત્રી સર્જન બારીયા, જી.પં. સદસ્ય હસમુખ બારીયા, તા.પં. સદસ્ય કોકિલાબેન રાઠવા, યુવા આગેવાન કાર્યકર્તા ડો. કિરીટ બારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230708-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *