માણાવદર, વંથલી અને મેંદરડા પંથકમાં ભારે વરસાદથી નુકસાની થઈ છે ખેતરો ધોવાઈ ગયા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે તેથી આ પંથકમાં થયેલી નુકસાનીનું વળતર ચૂકવવા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે એ રજૂઆતમાં જણાવ્યું છે કે માણાવદર પંથકમાં પહેલા બીપોરજોય વાવાઝોડાએ ભારે નુકસાની કરી બાદ સતત વરસાદને કારણે ઓઝત નદીના પૂર આ વિસ્તારમાં ફરી વળતા ખેતીને નુકસાની થઈ છે માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને હેક્ટર દીઠ 30000 સહાય ચૂકવવામાં આવે તેમ જ માલધારીઓને વિનામૂલ્યે ઘાસ આપવામાં આવે તેવી રજૂઆત ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ મુખ્યમંત્રીને કરી છે
તસવીર જયદીપ બરવાડીયા
અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર


