Gujarat

જાેરાવરગઢ ગામમાં જાહેરમાં ધારાસભ્ય ગેનીબેનનો પોલીસ પર ગંભીર આરોપ

બનાસકાંઠા
દારૂબંધી સામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સવાલ ઉઠાવ્યા છે. દારૂ વેચાણને લઇ ફરી પોલીસ પર ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સુઈગામના જાેરાવરગઢ ગામમાં જાહેરમાં ગેનીબેને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસની મહેરબાનીથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસ હપ્તા લેતી હોવાના કારણે બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે પોલીસ હપ્તા લેતી હોવાથી દારૂ વેચવા વાળા પર નહીં પરંતુ દારૂ પીવાવાળા પર કેસ કરે છે. તો લોકોને અપીલ કરતા કહ્યું કે દારૂથી છૂટવા માટે પોલીસ કંઇ નહીં કરે આપણે જાતે જ જાગૃત થવું પડશે. તો દારૂના અડ્ડા પર અને બુટલેગરો પર તવાઇ બોલાવવા માટે પણ ગેનીબેને ચીમકી ઉચ્ચારી છે. ગેનીબેને જરૂર પડે તો જનતા રેડ કરી દારૂ બંધ કરાવવા ખાતરી આપી છે. સાથે જ જરૂર પડશે તો ટીમ બનાવી સરહદ પરથી આવતા દારૂને બંધ કરવાની લોકોની ખાતરી આપી છે.

Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *