૧૮ વર્ષ બાદ એસ ટી બસ સવિધા શરૂ થતા આજુબાજુ ૭ જેટલા ગામના લોકોમાં ખુશી..ગીરગઢડાના નાના સમઢીયાળા ગામમાં
છેલ્લા ૧૮ વર્ષથી એસ ટી બસ સુવિધા મળતી ન હોય જે અંગે ધારાસભ્યને ગ્રામ પંચાયત દ્રારા રજુઆત કરતા તેમણે એસટી ડેપો
વિભાગને આ બાબતે પરામર્શ કરતા તાત્કાલીક બસ સુવિધા ઉપલબ્ધ કરાય હતી. જે બસને ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી પ્રારંભ
કરાતા ગામના અને આજુબાજુના ગામ લોકોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયેલ હતો.
ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે ૧૮ વર્ષ થી એસ.ટી.બસ સુવિધા આજ સુધી ન હોય આ બાબતે ધારાસભ્ય કાળુભાઇ
રાઠોડને સરપંચ તથા ગ્રામજનોની રજુઆત મળતા એસ.ટી.ડેપો મેનેજર સાથે પરામર્શ કરી હતી. અને ફક્ત ત્રણજ
દિવસમાં એસ ટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા ઉના, નાના સમઢિયાળા વાયા નાઠેજ, યાજપુર, સામતેર, નાંદરખ,
નેસડા, પાણખાણની લોકલ બસ સેવા શરૂ કરી દેવામાં આવી હતી. આ બસ ઉના એસ.ટી.ડેપો ખાતે ધારાસભ્ય
કાળુભાઇ રાઠોડે લીલી ઝંડી બતાવી શુભ પ્રારંભ કર્યો હતો. તેવી જ રીતે આ એસ ટી બસ નાના સમઢિયાળા ગામે પહોચતા
ત્યાં પણ ધારાસભ્ય કે સી રાઠોડે, સરપંચ જયવંતસિહ જેડી તેમજ પૂર્વ સરપંચ ધીરૂબાપુ, ભરતભાઈ ખસીયા તથા ગ્રામજનોની
વિશાળ હાજરીમાં વધામણા કર્યા હતા. આ બસ સેવા શરૂ થવાથી આ રૂટના તમામ ગામોના લોકોમાં આનંદની લાગણી
ફેલાઇ છે.


