Gujarat

વાવાઝોડાનું સંકટ ટાળવા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ દરિયાની પૂજા કરી

અમરેલી
અમરેલીમાં બિપરજાેય વાવાજાેડાને લઈ દરીયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયાને શાંત પાડવા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દરિયા કિનારે માછીમાર આગેવાનો સાથે પહોંચ્યા હતા. ધારસભ્ય હીરા સોલંકીએ દરિયા દેવને શ્રીફળ અને દૂધ ચડાવી સમુદ્રને શાંત પાડવા પ્રાર્થના કરી હતી. જાફરાબાદ સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારે માહોલ શાંત રહે તે માટે દરિયા દેવને પ્રાર્થના કરી છે. જાફરાબાદ ૨૦ ફૂટ કરતા વધુ મોજા ઉછળી રહ્યા છે. તો બીજી તરફ વાવાઝોડું કચ્છ નજીક પહોંચે તે પહેલાં જ વાવાઝોડાને શાંત કરવા અબડાસાના ધારાસભ્ય દરિયા દેવની પૂજા કરવા પહોંચ્યા હતા. અબડાસાના ધારાસભ્ય દ્વારા જખૌ બંદર પર દરિયા દેવને શાંત કરવા પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જખૌ અને આસપાસના ગામડાઓની મુલાકાત પણ કરી હતી.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *