કવાંટ તાલુકાનાં મોટીકડાઈ ગામના ૧૯ વર્ષનાં દેવરામભાઈ રાઠવા જેઓ નડિયાદની નોલેજ સ્કૂલમાં બારમાં ધોરણમાં અભ્યાસ કરતા દેવરામભાઈ શંકરભાઇ રાઠવાની ૪×૪૦૦ મીટર ની રિલે ટિમ દોડ માટેની પસંદગી થયા બાદ મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે ૬ થી ૯ જૂન ૨૦૨૩ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી ૬૬મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં દેવરામભાઈ રાઠવા ની પસંદગી થતા ૪૦૦ મીટરની વિઘ્ન દોડમાં સિલ્વર એન રિલે પર્સનલ ઇવેન્ટમાં ૪×૪૦૦ મીટર દોડમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ મેળવી રાજ્યનું અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતનું ગૌરવ વધારી સાથો સાથ આદિવાસી જિલ્લા છોટાઉદેપુર અને કવાંટ તાલુકાનું પણ ગૌરવ વધારતા પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા હાર્દિક અભિનંદન આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા ના આગેવાનો દ્વારા પણ અભિનંદન આપવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે આ વિઘ્ન દોડ માટે ખાસ પ્રકારના બુટ નો ઉપયોગ કરવામાં આવે છે જેને લઈને દોડવીર સ્લીપ ના થાય તે સ્પાઈક બુટ ની કિંમત અંદાજે ૧૫ હજાર જેટલી હોઈ છે એ દોડવીર પાસે આર્થિક પરિસ્થિતિ ન હોવાથી તે બુટ ખરીદી શકે તેમ નહોતો પરંતુ આ વાતની જાણ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ને ખબર પડતાં તેઓ દ્વારા સદર રકમની મદદ કરી દોડવીર ને ઉત્સાહિત કર્યો હતો. જે લોક સેવક તરીકે આવકાર દાયક છે.
મોટિકડાઈ ગામમાંથી પ્રથમ વખત ગામનું કોઈ બાળક સ્પોર્ટ ઓથોરિટી માં જઈ રહ્યો છે અને એ પણ નેશનલ યોજાનાર ગેમ્સમાં ભાગ લેવા માટે ત્યારે દેવરામભાઈ એ હાસિલ કરેલી આ સિદ્ધિથી ગામજનો ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. દેવરામભાઈ ના અત્યાર સુધી આ સફર માટેની દરેક સહાય ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પૂરી પાડી છે પરંતુ હવે જ્યારે દેવરામભાઈ નવેમ્બરમાં નેશનલ ટુર્નામેન્ટ માટે જવાના હોઈ ત્યારે ગામના કેટલાય લોકોએ દેવરામ રાઠવા ઓલમ્પિક્સમાં જાય અને જીતીને આવે તે માટેની પ્રાર્થના કરી રહ્યા છે.
આ અંગે દેવરામભાઈ ના પિતા શંકરભાઇ એ જણાવ્યું કે, મને ખુબજ ગર્વ થઈ રહ્યું છે અને નેશનલ ટુર્નામેન્ટ માટે સિલેક્શન થયા બાદ જિલ્લામાં નામ રોશન કર્યું છે જે ખૂબ મોટી બાબત છે. ખૂબ મહેનત કરતો હતો જેનું આ પરિણામ છે. મારા માટે ગર્વની વાત છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


