Gujarat

છોટાઉદેપુર તાલુકાના ધંઘોડા ગામે બુથ પ્રમુખ સહિત ગ્રામજનો સાથે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુલાકાત લીધી હતી

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઘર – ઘર સંપર્ક અભિયાન અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક તરીકે છોટાઉદેપુર વિધાન સભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામે બુથ પ્રમુખ સહિત ગ્રામજનો નો સંપર્ક કર્યો તથા સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ કાળુભાઈ નાયકા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ, વિસ્તારક રાકેશભાઈ પરમાર સહિત  ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1687694966987.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *