સુરત
સુરત એરપોર્ટ પરથી ૯ જુલાઇના રોજ ડ્ઢઇૈંએ કરોડો રુપિયાનું સોનુ ઝડપી પાડ્યુ હતુ. સુરત એરપોર્ટ પર ખુલ્લેઆમ ૨૭ કરોડનું સોનું લઈને જઈ રહેલા ૪ લોકોને ડ્ઢઇૈંએ ઝડપી પાડ્યા હતા. ત્યારે આ કેસમાં દાણચોરીના મૂળ સુધી પહોંચવા મોબાઇલ ડેટાનો અભ્યાસ કરવામાં આવશે. આ કેસના આરોપીઓ પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. તપાસમાં સલમાન નામના ઇસમને મોકલ્યાનો પણ ખુલાસો થયો છે. દાણચોરીનું સોનુ મહારાષ્ટ્ર મોકલવાની વાત પણ સામે આવી છે. મળતી માહિતી અનુસાર આરોપીઓ કરોડોનું સોનું દુબઈના શારજાહથી સુરતમાં લઈને આવ્યા હતા. સોનાની દાણચોરીમાં એરપોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસતાં એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસમાં કામ કરતા ઁજીૈં પરાગ દવેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. જે બાદ ઁજીૈં પરાગ દવેની ડ્ઢઇૈં દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ઁજીૈં પરાગ દવેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.


