બહાઉદ્દીન આર્ટસ કોલેજ ખાતે રેડક્રોસ સોસાયટી-ભાવનગરના સહયોગથી થેલેસેમિયાના નિયંત્રણ હેતુ નવા પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. ભાવનાબેન ઠુંમર દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજ ખાતેના એન.એસ.એસ. યુનિટ તેમજ અન્ય પ્રાધ્યાપકશ્રીઓના સહયોગ દ્વારા કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમના અંતે સફળ આયોજન માટે આચાર્ય ડો. પી.વી બારસિયાએ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.


