ખત્રીવાડાની રૂપેણ નદીનું પાણી ચારો તરફ ફળી વળતા ગામ લોકો જઇ શકે નહી કે ત્યાથી કોઇ આવી શકે તેવી ન હતી.
ગામના સરપંચ, આગેવાનો, યુવાના, પોલીસ સ્ટાફ સહીતે ટ્રેક્ટર, જેસીબીની મદદ લેવાઇ….
ઉનાના ખત્રીવાડા ગામે રહેતી મહીલાને પ્રસુતિનો દુખાવો ઉપડતા રૂપેણ નદીમાં પુરના પાણીના પ્રવાહ વચ્ચે ૫૦ થી વધુ યુવાનોએ
સાંકળ બાંધી નદી પાર કરાવી હતી. ખત્રીવાડાની રૂપેણ નદીનું પાણી ચારો તરફ ફળી વળતા ગામ લોકો જઇ શકે નહી કે ત્યાથી કોઇ
આવી શકે તેવી પરિસ્થિતી ન હોય જેના કારણે ગામના સરપંચ, આગેવાનો, યુવાના, પોલીસ સ્ટાફ સહીતે ટ્રેક્ટર, જે.સી.બી.
એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ચારે બાજુ જ્યાં જોયે ત્યાં પાણી ફળી વળતા મહામુસીબતે જીવના જોખમે નદીમાં પુરના
વહેતા પાણી માંથી મહીલાને હેમખેમ રીતે નદી પાર કરાવામાં આવી હતી.
ઉનાના ખત્રીવાડા ગામે રહેતા તેજલબેન પ્રતાપભાઈ રાઠોડની ડીલેવરી સમય નજીક હોય પ્રસુતિનો દુઃખાવો ઉપડતા તાત્કાલિક
હોસ્પિટલે પહોચાડવા જરૂરી હોય પરંતુ ગામમાંથી પસાર થતી રૂપેણ નદી પર કોઇજાતનો પુલ ન હોવાથી ત્યાથી પસાર થવુ મુશ્કેલ
હતુ. ગામના સરપંચ અને આગેવાનોને જાણ કરતા ગામના પચાસથી વધુ યુવાનો એકઠા થઈ ગયેલ. અને પોલીસને પણ આ બાબતની
જાણ કરેલ, અને ગામ માંથી પસાર થતી રૂપેણ નદીમાં પૂરના પાણીનો પ્રવાહ વધારે હોવાથી આ પાણીનાં વહેતા પ્રવાહ માંથી કોઈ
વાહન પસાર થઈ શકે તેમ ન હતું. જેથી આ ગામના ૫૦ થી વધુ યુવાનો ગામના સરપંચ, આગેવાનો તેમજ ઉના પી આઈ સહીત
પોલીસ સ્ટાફ ત્યાં પહોચી ગયેલ અને તમામ યુવાનો એ રૂપેણ નદીમાં વહેતા પાણીમાં એક બીજાના હાથ પકડી સાકળ બનાવી હતી.
અને આ રૂપેણ નદીનાં વહેતા પાણીનાં પ્રવાહ વચ્ચે સગર્ભા મહીલાને ખાટલામાં સુવડાવી નદી પાર કરાવી હતી.
અને નદીના સામા કાંઠે એક ટ્રેકટરને બોલાવવામા આવેલ તેમાં મહીલાને સનખડા ગામે હેમખેમ પહોચાડવામાં આવેલ હતી. તેમ
છતા ખત્રીવાડા – સનખડા ગામ વચ્ચે રસ્તા પર પાણી ફળી વળતા અવર જવર થઈ શકે તેમ ન હોવાથી પાણીમાં ટ્રેકટર પણ ન
ફસાઈ તેની મદદ માટે જે સી બી પણ બોલાવામાં આવ્યુ હતું. અને સનખડા ગામે પહોચતા અગાઉ 108ને જાણ કરી દેતાં 108
એમ્બ્યુલન્સના કલ્પેશ પટેલ તેમજ ભરત બાંભણીયા ત્યાં પહોચી ગયેલ હતા. અને યુવાનો એ અને પોલીસે સ્ટાફે મહિલાને
ટ્રેકટરમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડી ઉના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આમ ગ્રામ પંચાયત સરપંચ જીતેન્દ્રભાઇ શિયાળ તેમજ ગામના ૫૦ થી વધુ મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો અને ઉના પી આઇ
એન કે ગૈસ્વામી સહીત પોલીસ સ્ટાફે મહીલાની મદદે આવી ભારે જહેમત બાદ પુરના વહેતા પાણીનાં પ્રવાહ માંથી જીવના જોખમે
નદી પસાર કરવી હતી. આવી પ્રસનીય કામગીરીને ગામ લોકો અને મહિલાના પરીવારજનો એ બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો….
