Gujarat

માંગરોળમાં ચાર કલાકમાં જ ૯ ઈંચથી વધારે વરસાદ

જૂનાગઢ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જાે કે વહેલી સવારથી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ જાેવા મળી રહ્યુ છે. સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં ચાર કલાકમાં જ ૯ ઈંચથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જૂનાગઢના માળીયાહાટીનામાં પણ ૬ ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથના વેરાવળમાં ૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના વાપીમાં પણ ૪ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં ૪ કલાકમાં પોણા ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદ અને ધ્રોલમાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડી અને ભરૂચના હાંસોટમાં ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સવારે રાજ્યના ૫૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *