Gujarat

વાહનચાલકો રાત્રે જ દારૂ પીને બેફામ વાહનો ચલાવે છે, દિવસે સામાન્ય લોકોને હેરાન ના કરો ઃ ધારાસભ્ય કુમાર કાનાણી

કચ્છ
સુરતમાં કાપોદ્રામાં મ્ઇ્‌જી રૂટમાંથી પસાર થઇ રહેલા વાહનચાલકોને ૧૦૦ની સ્પીડ આવી રહેલા કારચાલકે ટક્કર મારી હતી. જે પછી બાઇકસવાર હવામાં ફંગોળાયો હતો. કારની ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થયેલા ૫ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઇને સ્ન્છ કુમાર કાનાણીએ પોલીસ પર પ્રહાર કર્યા છે. કાપોદ્રા અકસ્માતની ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યુ છે કે વાહનચાલકો રાત્રે જ દારૂ પીને બેફામ વાહનો ચલાવે છે. દિવસે સામાન્ય લોકોને હેરાન કરવાને બદલે પોલીસ રાત્રે કડક કાર્યવાહી કરે. તેમણે જણાવ્યુ કે દિવસે નહીં રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતો સર્જાય છે. જેથી રાત્રીના સમયે પોલીસ વિભાગનું ટ્રાફિક પર ફોકસ હોવું જાેઇએ.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *