ફિટનેસ જાળવવા, તંદુરસ્ત રહેવા અને શાંતિ પ્રાપ્ત કરવા માટે રોજિંદા જીવનમાં યોગ કરવા જોઈએ.
યોગ એ આત્માની શાંતિ માટે પણ કરવામાં આવે છે. યોગ એટલે શરીરને અને આત્માને શાંતિ આપવી. યોગ એ મનની પ્રકૃતિની તપાસ કરવાની એક પદ્ધતિ છે. તેનાથી આપણી ઇન્દ્રિયો એક સાથે આવે છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ની કચેરી છોટાઉદેપુર દ્વારા વિશ્વ યોગ દિવસ ૨૦૨૩ નિમિતે આયોજિત સાંસદ યોગ સ્પર્ધા કાર્યક્રમમાં હાજર રહીને ઉપસ્થિત સૌ બાળકો અને યુવાનો સાથે યોગમય બનવા સંદર્ભે સંવાદ કર્યો.
આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયતના સભ્યો,જિલ્લા તાલુકા સંગઠન ના પદાધિકારીઓ, તાલુકા અને જિલ્લાના યોગ કોચ, નિરીક્ષકો તેમજ બાળકો- યુવાનો ઉપસ્થિત રહ્યા..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


