Gujarat

હાથસણી શેલ દેદુમલ ડેમનાં નવા નીરનાં વધામણા કરતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય મહેશભાઈ  કસવાલા. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના શેલ દેદુમલ ડેમ ખાતે ૬૫  ટકા જેવી પાણીની આવક થતા ધારાસભ્ય મહેશ કસવાળા અને સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા નવા નીરના વધામણા કર્યા હતા ને શેલ દેદુમલ ડેમ ખાંભા ગીરના ગામડાઓ અને ધારી ગીરના ગામડાઓ સાથે સાવરકુંડલા શહેર તાલુકા માટે આશીર્વાદરૂપ ડેમ હોય ને ઘણા સમય બાદ શેલ દેદુમલ ડેમમાં પાણી ભરાવવાથી ઉનાળામાં ૩  તાલુકાના ખેડૂતોને ફાયદો થશે ત્યારે ડેમ થોડો રીનોવેશન કરવાનો બાકી રહેતા હોવાથી ડેમ પૂર્ણ ભરી શકાતો નથી આથી આજે સાંસદ કાછડીયાની હાજરી વચ્ચે જ ધારાસભ્ય કસવાળા દ્વારા ડેમ તંત્રના અધિકારીઓને પૂર્ણ ભરવાની સૂચના આપી છે ને જે પણ ઘટતું કરવું પડે તે ટુંક સમયમાં પૂર્ણ કરવાની ખાત્રી આપીને ધારાસભ્ય મહેશ કસવાળાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે શેલ દેદુમલ ડેમ પર જઈને ફૂલોથી વધામણાં કર્યા હતા ને આગામી દિવસોમાં ખેડૂતોને સોનાનો સૂરજ ઉગે તે માટે ડેમને પૂર્ણ ભરવાની વાત પણ ધારાસભ્ય કસવાળાએ મીડિયાને જણાવી હતી.

IMG-20230701-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *