Gujarat

પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની મુલાકાત લેતાં સાંસદશ્રી પૂનમબેન માડમ

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે આવેલ પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની સાંસદશ્રી પૂનમબેન
માડમે મુલાકાત લીધી હતી.સાંસદશ્રીએ આ તકે વિસ્તારમાં થયેલ નુકસાની અંગેની વિગતો મેળવી હતી અને અસરગ્રસ્તોને
મળવા પાત્ર સહાય ત્વરિત ચુકવવા તથા આરોગ્ય વિષયક કાર્યવાહી જલ્દીથી શરૂ કરવા અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી
હતી.
આ મુલાકાત દરમ્યાન સાંસદશ્રી સાથે પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા, જિ.પં.બાંધકામ સમિતિ ચેરમેન શ્રી કે.બી.ગાગીયા,
તા.પં પ્રમુખ શ્રી ધનાભાઈ કાંબરીયા, આગેવાન શ્રી અરસીભાઈ કરંગીયા, પૂર્વ સરપંચ શ્રી સમીરભાઈ ભેંસદડિયા અને ગ્રામજનો
પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *