કુલ ૧૦૨ સ્પર્ધકોએ સાંસદ યોગ સ્પર્ધામાં ભાગ લીધો
***
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ખેડા તથા જિલ્લા યોગ બોર્ડના સયુંકત ઉપક્રમે ખેડા સંસદીય ક્ષેત્રની સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન રમત સંકુલ નડિયાદ ખાતે તા. ૧૬-૦૬-૨૩ના રોજ કરવામાં આવ્યું હતું.
આ યોગ સ્પર્ધામાં જિલ્લામાંથી બહોળા પ્રમાણમાં યોગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૩૮ ભાઈઓ અને ૬૪ બહેનો એમ કુલ ૧૦૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્ણ થતા વિજેતા ખેલાડીઓને મેડલ, તથા પ્રમાણપત્ર આયોજક દ્વારા આપવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે યોગ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે .નંદકિશોર એક્સપર્ટ કોચ, જિલ્લા સાંસદ કાર્યાલય ખાતેથી શ્રી પ્રશાંતભાઈ તથા ચીફ જજ તરીકે રાજેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.


