નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, આ પ્રશંગે કન્સ્ટ્રકસન સબ ડિવિઝન જેટકો ઉપલેટા ખાતે નાં લાઈન ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત થયેલ શ્રી જે એસ મકવાણા ને જૂનાગઢ વર્તુળ કચેરી જેટકો ના અધિક્ષક ઈજનેર શ્રી એલ એમ ખાનપરા દ્વારા ફુલહાર , સાલ ઓઢાડી વિદાય માન આપવામાં આવ્યું હતું.તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી ડી સી વૈષ્નાણી દ્વારા સન્માન પત્ર અને નાયબ ઇજનેર શ્રી એન જે માકડિયા દ્વારા સ્મૃતિચિહ્ન સ્વરૂપે ચાંદીનોસિક્કો આપવામાં આવ્યો હતો.તેમજ જુનિયર ઇજનેર આર વાય પરમાર અને કે એન સોજીત્રા દ્વારા મોમેંટો આપી વિદાય માન આપવામાં આવ્યું હતું.આ વિદાય સમારોહ પ્રસંગે માં જેટકો વર્તુળ કચેરી જૂનાગઢ ના અધિક્ષક ઇજનેર શ્રી એલ એમ ખાનપરા પ્રાસંગિક ઉદબોધન કરી નિવૃત્ત થનાર જે એસ મકવાણા ભાઇ ને તેમનું જીવન નીરોગમય અને સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. વિશેષ આ કાર્યક્રમ માં રાણાવાવ ડિવિઝન નાં કાર્યપાલક ઇજનેર શ્રી બી જે બાપોદરા , માણાવદર ડિવિઝન નાં કાર્યપાલક ઇજનેર શ્રી યુ એન કણસાગરા ,તેમજ જૂનાગઢ કન્સ્ટ્રકસન ડિવિઝન તાબા હેઠળ ના તમામ નાયાબ ઈજનેર સહિત જુનિયર ઇજનેરો, સ્ટાફ સહિત એજેંસી મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ નું સફળ આયોજન નાયાબ ઇજનેર એન જે માકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તેમણે આ પ્રસંગ ને યાદગાર બનાવવા બદલ સૌ વ્યક્તિ નો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ બાદ સ્ટાફ મિત્રો અને અધિકારીઓએ સ્વરુચિ ભોજન લઇ
કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
==================================
ઉપરોકત મેટર આપના પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપર માં આપના પ્રતિનિધિ મારફતે પ્રકાશિત કરવા વીનંતી
આપનો શુભેચ્છક
કુનાલ રાઠોડ
*નાયબ ઇજનેર, જેટકો (જીઇબી)*
*ફ્રી લાન્સ જર્નલિસ્ટ કમ એન્જિનિયર*
તેમજ કાયદા નિષ્ણાંત
ઉપલેટા


