જ્યારે પણ સોનવડીયા નું નામ કાને અથડાઈ ત્યારે જાણે કોઈ વાદળી ધરતી પર પહેલી વર્ષા કરે અને મોરલા વનમાં ટહુકી ઊઠે બસ આવો પ્રેમ મને મારા જન્મભૂમિ પર સ્વાભાવિક છે વતન કોને ના ગમે? તમે વિદેશ માં વસતા હોય કે દેશના કોઈ પણ ખુણે બેઠા હોય દરેક ને વતન ની યાદ સતાવતી હોય છે. એમ આજે મારા હિતેચ્છુ મિત્ર નાજાભાઈ મારા ગામમાં જઈને મારા ગામ ની યાદ ઝરણાં વહ્યા હતા મારા ગામની વાત કરું તો મારા ગામના પાદર મા જ એક જુનવાણી કુવો છે ઈ કુવાની ગરેડીયો ની મદદથી પનિહારી પીવા ના પાણી બેડા ભરી જતાં દ્રષ્ય યાદ કરી ત્યારે આંખોમા પાણી બુંદ વહી જાય છે એક સુંદર ગામ નું પાદર ની ઈ પાદર મા અડીખમ હનુમાન દાદા ડેરી ઈ સ્કૂલ નો દરવાજો જ્યાં અમો મિત્રો લાઈનસર ઉભાં રહેતા ઈ ગામ ના શિવાલય ની આરતી ઈ સ્કૂલ ના રમતનું મેદાન ઈ મેદાનો ની રમતો બધું જ જાણે ચલચિત્રો બંધ આંખો ચાલી રહ્યા છે
મે મારું બાળપણ અહીંજ સોનવડીયા મા જ વિતાવ્યું છે.મારી સુદર યાદો.મારી ખાસ રમત ગમત માં સાથ આપનાર અશોક ટાંક (અશકો) હિતેશ મકવાણા ( ભનો) વિપુલ પાડલીયા (વિપુલીયો )આ અનેક મિત્રો.ખૂબ મજા આવતી.મારા વતનની મહેકભરી યાદો નથી ભુલાતી. કેટલી નિર્દોષતા કેટલું ભોળપણ. કેટલું માસુમ હતું મારું બચપણ આ તારું કે આ મારું એવો કોઈ ભાવ જ નહિ. મારા મિત્રો સાથે આંબલી ની ડાળે બેસી ને હર્ષની કિલકારીઓ ને યાદ કરી મારા વતન ને સ્નેહ પુર્વક વંદન કરું છું
“એવા મારા સુંદર સોનવડીયા વતન સત્ સત્ વંદન.
અતુલ લશ્કરી


