Gujarat

*મારી માટી, મારો દેશ, માટીને નમન વિરોને વંદન* *જોડિયા તાલુકાના ૧૨ ગામડાઓમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરાઇ* 

જામનગર તા.૯ ઓગસ્ટ, જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણીનો પ્રારંભ તા.૯ ઓગસ્ટથી કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની ૧૨ ગ્રામપંચાયતોમાં શિલાફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરોને વંદન, રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોડિયા તાલુકાના લીંબુડા.મેઘપર. ભાદરા. વાવડી,મોરાણા, ટીંબડી, બારાડી, પીઠડ સહિતના ૧૨ ગામડાઓમાં આવેલ અમૃત સરોવર, જળાશયો, શાળાઓ, પંચાયત ઓફિસો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોની ઉજવણી દરમિયાન જોડિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી માધુરીબેન પટેલ.અન્ય અધિકારીશ્રીઓ,જી.પી.ગઢીયા. શાળાના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ. ભાજપના આહીર ભાવેશ ભાઈ મકવાણા. કિશોરભાઈ મઢવી આગેવાનો. ગ્રામ પંચાયતના સરપંચો.ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ વિપુલભાઈ પનારા તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા………………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા……….

IMG-20230809-WA0563.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *