Gujarat

કલેક્ટર ડીએસ ગઢવી સાથે વીડિયોમાં દેખાતી મહિલા અંગે રહસ્ય ઘેરાયું

આણંદ
આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ગઢવી સામે તપાસ તેજ કરવામાં આવી છે. છઝ્રજી સુનયના તોમર કમિટી આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં જઈને રૂબરૂ તપાસ કરશે. આ કમિટીએ ૧૩મી જૂને સામાન્ય વહીવટ વિભાગને મળેલી ફરિયાદ અને વીડિયો ફૂટેજમાં ગઢવી સાથે દેખાતી મહિલા કોણ છે તેની તપાસ શરૂ કરી છે.વધુ તપાસ માટે કમિટી કલેક્ટર ઓફિસ અને જિલ્લા વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીની પણ પૂછપરછ કરશે. એકતરફ ગઢવી સાથે વીડિયોમાં દેખાતી મહિલા અંગે રહસ્ય ઘેરાયું છે, તો બીજીતરફ આ પ્રમોટિવ ૈંછજીના અધમ કૃત્યોના ફૂટેજ પાછળ બીજુ કંઈ નહીં પણ લાંચની રકમની વહેંચણી અને વહીવટી તંત્રમાં વર્ચસ્વની લડાઈ કારણભૂત હોવાની ચર્ચા છે. કહેવાય છે કે કલેક્ટર ઓફિસના નજીકના વગદાર ય્છજી ઓફિસરે જાન્યુઆરીમાં છૂપા કેમેરા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાવ્યું હતું. એટલું જ નહીં તત્કાલીન ઇછઝ્ર કેતકી વ્યાસની પણ તપાસ કરાશે.સચિવાલયમાં થતી ચર્ચા મુજબ જમીન મહેસૂલી કામગીરી માટે આણંદ જેવા મહત્વના જિલ્લામાં પોસ્ટિંગ મેળવનારા કલેક્ટર ગઢવી અને અધિકારી નિવાસી અધિક કલેક્ટર ઇછઝ્ર વ્યાસ વચ્ચે તાલમેલ નહોતો. દરમિયાન અધમ કૃત્યનો વીડિયો વાયરલ થયો છે. ૧૬ જૂને સરકારને ફરિયાદ મળ્યા બાદ ૯ ઓગસ્ટે ગઢવીને સસ્પેન્ડ કર્યા પહેલા જ ય્છડ્ઢએ ય્છજી કેડરના કેતકી વ્યાસને તાપીમાં ડ્ઢઇડ્ઢછ તરીકે બદલી કરી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *