— નડિયાદ,ખેડા તથા ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય કક્ષાએ વધારતી દસ વર્ષની દીકરી દેવાંગી બ્રહ્મભટ્ટ…
–સમગ્ર બ્રહ્મભટ્ટ સમાજ તથા આર કે માર્શલ આર્ટ એકેડેમી-નડિયાદનુ ગૌરવ
————————–
ભારતના પશ્ચિમ ભાગના આઠ રાજ્યોની “કરાટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ-૨૦૨૩” ગોવા ખાતે યોજાઈ ગઈ, જેમાં નડિયાદની દસ વર્ષની દીકરી દેવાંગી પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટે કુમિતે (ફાઇટ) માં સુવર્ણચંદ્રક તથા કાતામાં કાંસ્યચંદ્રક મેળવી
નડિયાદ,ખેડા જિલ્લા તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે.
નડિયાદની શ્રી સંતરામ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ધોરણ – છઠ્ઠા (૬) માં અભ્યાસ કરતી દેવાંગી હાલ નડિયાદની આર કે માર્શલ આર્ટ એકેડેમીમાં
રશ્મિનભાઈ પટેલ પાસે કરાટેનુ ખાસ પ્રશિક્ષણ મેળવી રહી છે….આ સંસ્થાના કુલ સોળ(૧૬) વિદ્યાર્થીઓએ ગોવા ખાતે વિવિધ વયજૂથની કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો ,તેમાં દેવાંગી પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટે શાનદાર-જાનદાર દેખાવ કરી સુવર્ણચંદ્રક તથા કાંસ્યચંદ્રક પ્રાપ્ત કરી આ સંસ્થાનું પણ ગૌરવ વધાર્યું છે.
–વાલ્લા પ્રાથમિક શાળા પાયાની ઈંટ બની
———————–
આજથી છ વર્ષ પહેલા નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળામાં પાંચ દિવસની કન્યા સુરક્ષા તાલીમ શિબિર યોજાએલ….!!! જેમાં તે સમયે માત્ર ચાર વર્ષની દેવાંગી બ્રહ્મભટ્ટે પણ ભાગ લીધો હતો અને આ ક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું..,ને આજે પરિણામ સામે છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે,વાલ્લા પ્રાથમિક શાળા એ જીવાતા જીવનના પાઠ પ્રત્યક્ષરૂપે શીખવવામાં રાજ્યભરમાં જાણીતી છે..
આજના સમયમાં દીકરીઓની સુરક્ષા માટે માતા-પિતા કે વાલી સતત ચિંતાતુર હોય છે,તે સમયે
ફેશન શૉ,અવનવી વાનગીના ક્લાસિસ કે ડાન્સ ક્લાસિસના બદલે આ પ્રકારના શિક્ષણની વધુ જરૂરિયાત છે તેમ દીકરી દેવાંગીના પિતા પ્રકુંજકુમાર રમેશચંદ્ર બ્રહ્મભટ્ટ ,માતા વૃંદાબેન બ્રહ્મભટ્ટ તથા દાદા અશ્વિનભાઈ ભાવસારનું ખાસ માનવું છે.તો જ સમાજમાં છેડતીના બનાવો અટકશે,તો જ ઘરેલુ હિંસા અટકશે અને તો જ દુ:ષ્કર્મના બનાવો અટકશે તે નક્કર વાત છે.
રાષ્ટ્રીય કક્ષાએ નગર નડિયાદનું
યશ ગૌરવ વધારતી નાનકડી દીકરી દેવાંગી બ્રહ્મભટ્ટને શ્રી સંતરામ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલના પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજે ખાસ આશીર્વાદ આપ્યા છે,તો સાથે ભારત સરકારના સંચાર મંત્રી દેવુસિંહજી ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ ,નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ,નગરની વિવિધ સમાજસેવી સંસ્થાઓ તથા સમગ્ર બ્રહ્મભટ્ટ સમાજે ખાસ અભિનંદન આપ્યા છે.
મકસુદ કારીગર,કઠલાલ

