Delhi

નજમુલ હુસૈનની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદીથી બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં મજબૂત પ્રારંભ

નવીદિલ્હી
બાંગ્લાદેશના બેટ્‌સમેન નજમુલ હુસૈનની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદીની મદદથી બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં મજબૂત પ્રારંભ કર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે બાંગ્લાદેશનો પ્રથમ ઈનિંગ્સમાં સ્કોર પાંચ વિકેટે ૩૬૨ રન રહ્યો હતો. નજમુલ હસને ૧૭૫ બોલમાં ૨૩ ચોગ્ગા તથા બે છગ્ગાના સહારે ૧૪૬ રન ફટકારતા બાંગ્લાદેશે પોતાની પકડ મજબૂત કરી હતી. ઓપનર મહમુદુલ હસને ૭૬ રનનું યોગદાન આપતાં બીજી વિકેટ માટે ૨૧૨ રનની પાર્ટનરશિપ કરી હતી. મહમુદુલ ૨૪ રનથી સદી ચૂક્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે બાંગ્લાદેશે ૩૬૨ રન સાથે સ્થિતિ મજબૂત કરી હતી. મેહિદી હસન (૪૩) અને મુશ્કફિકર રહિમ ૪૧ રન સાથે રમતમાં હતા. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૭૨ રનની અણનમ ભાગીદારી થઈ છે. અફઘાનિસ્તાના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. નિજત મસુદે બીજી જ વરમાં ઓપનર ઝાકિર હસન (૧)ની વિકેટ મેળવતા અફઘાનિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપનાર તે અફઘાનિસ્તાનનો પ્રથમ અને વિશ્વનો ૨૨મો બોલર બન્યો હતો. અફઘાનિસ્તાન તરફથી પ્રથમ દિવસે નિજાત મસુદે બે, ઝાહિર ખાન, અમિર હમઝા અને રહમત શાહે એક-એક વિકેટ ઝડપી હતી.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *