પંજાબ ખાતે નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ભાગ લેવા ગયેલ અને બે ગોલ્ડ મેડલ તથા એક સિલ્વર મેડલ જીતી પરત ફરેલ નમ્રતા રાઠવા આજે સાંજે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચતા વડોદરા મહાનગર પાલિકા માં કોર્પોરેટર એવા રણછોડભાઈ રાઠવા તથા રોયલ રાઠવા ગ્રુપ નાં પ્રમુખ પરેશભાઈ સંગોડીયા, રૂપસિંગભાઇ રાઠવા તથા ગોરવા આદિવાસી યુવક મંડળ નાં પીનુભાઇ રાઠવા ઉપરાંત કિશનભાઇ રાઠવા, રાઠવા,રિકેશભાઇ રાઠવા સહિત નાં સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ઉમળકાભેર સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આદિવાસી વિસ્તારોનાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે તથા રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અવ્વલ નંબરે આગળ વધી રહ્યા છે જે આદિવાસી સમાજ સહિત છોટાઉદેપુર જિલ્લા માટે ગૌરવ લેવા જેવી વાત કહી શકાય,વિવિધ પ્રકારની રમતો માં ઝળકી રહેલા આવા વિરલાઓ ને વધુ બળ અને પ્રોત્સાહન મળે એના માટે રમતગમત એકેડમી શરું કરવામાં આવે તો આવા રત્ન જિલ્લા નો દેશ અને દુનિયામાં ડંકો વગાડી શકે છે તેવી આ વિસ્તારના લોકો માં માંગ કરી રહ્યા છે
નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ નમ્રતા રાઠવા એ ટેલિફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે ઓક્ટોબર/ નવેમ્બર મહિનામાં પોર્ટુગલ ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સ માટે કવોલિફાઈડ થઇ ચૂકી છે પરંતુ આર્થિક સ્થિતિ મારા માટે એક પડકાર બની રહેશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


