જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિમિતે ડાવરીયા વાડી, કાથરોટા ગામ કામકાજનાં સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત,પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ સેમીનાર નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં કાથરોટા ગામના શ્રમજીવી બેહનો તેમજ, આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો એ ભાગ લીધો હતો. બહેનોને કામકાજનાં સ્થળ પર કયા પ્રકારની દુરવ્યવહારને “જાતીય સતામણી કહેવાય, જો આપ્રકારની સતામણીનો ભોગ બહેન બને છે તો આની અરજી ક્યાં સ્થળ પર બહેન કરી શકે, કેટલા દિવસમાં કરી શકે,તેના માટે શું કાયદાકીય જોગવાઈ હોય છે તેમાં દંડ અને સજાના શુ પ્રાવધાનો હોય છે. તેની વિસ્તૃત સમજ કાયદા નિષ્ણાતો દ્વારા આપવામાં આવી.
આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ચાલતી મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમ ને અનુરૂપ નાટક મંડળી દ્વારા નાટક રજુ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત સહભાગી થયેલ તમામ બહેનોને કીટ,અલ્પાહાર અને IEC વિતરણ કરવામાં આવી હતી.
