કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, મહિલા પોલીસ મથકના પી આઈ, સાયબર ક્રાઈમ ના પી આઈ સહિત મહિલા હેલ્પ લાઇન 181, સખી વન સ્ટોપના કર્મી, સેલ્ફ ડિફેન્સ એકેડેમી જે ટી એ સ્પોર્ટ્સના ટ્રેનર અને કોલેજના આચાર્ય દ્વારા ઉપસ્થિત કોલેજની યુવા મહિલાઓને સ્વરક્ષણ તાલીમ,પોલીસની સી ટિમ અને તેની કામગીરી વિશેની જાણકારી, સાયબર ક્રાઈમ અને તેના ભોગ બનતા કેવી રીતે બચી શકાય તે અંગેની જાણકારી,નાટક થકી સરકારની મહિલા લક્ષી યોજનાઓ અંગેની સવિશેષ જાણકારી આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


