Gujarat

રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ વર્ષ-૨૦૨૩

દેશના શ્રેષ્ઠ શિક્ષકોએ તેમની પ્રતિબદ્ધતા અને મહેનત દ્વારા શાળાના શિક્ષણની ગુણવત્તાની સાથે તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે. તેમના આ અનન્ય યોગદાનને બિરદાવા માટે દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં દર્શાવેલી સૂચનાઓ મુજબ પાત્રતા ધરાવતા ઈચ્છુક શિક્ષકોએ રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ-૨૦૨૩ માટે નામની નોંધણી તા. ૧૫/૦૭/૨૦૨૩ સુધી રંંॅજઃ//હટ્ઠંર્ૈહટ્ઠઙ્મટ્ઠુટ્ઠઙ્ઘિર્જંંીટ્ઠષ્ઠરીજિ.ીઙ્ઘેષ્ઠટ્ઠંર્ૈહ.ર્ખ્તદૃ.ૈહ/ વેબસાઈટ ઉપર કરી શકે છે તેમ સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, માન્ય પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષક માટે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી નીચે પ્રમાણેની પાત્રતાના આધારે કરવામાં આવશે.

૧) રાજ્ય સરકાર/કેન્દ્રશાશિત પ્રદેશ દ્વારા સંચાલિત શાળાઓ, સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓ, રાજ્ય સરકાર દ્વારા સહાય મળતી શાળાઓ, અને કેન્દ્રશાશિત પ્રદેશ એડમિનિસ્ટ્રેશન અને રાજ્ય/ કેન્દ્રશાશિત બોર્ડ સાથે સંલગ્ન જાેડાણ ધરાવતી ખાનગી શાળાઓ
૨) કેન્દ્ર સરકાર શાળાઓ એટલે કે કેન્દ્રીય વિદ્યાલયો (દ્ભફજ), જવાહર નવોદય વિદ્યાલય (ત્નદ્ગફજ), સંરક્ષણ મંત્રાલય (સ્ર્ડ્ઢ) દ્વારા સંચાલિત સૈનિક શાળાઓ, એટોમિક એનર્જી એજ્યુકેશન સોસાયટી (છઈઈજી) દ્વારા સંચાલિત શાળાઓ અને આદિજાતિ બાબતોના મંત્રાલય તરા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઈસ્ઇજી)
૩) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ઝ્રમ્જીઈ) સાથે જાેડાણ ધરાવતી ઉપર દર્શાવેલી શાળાઓ સિવાયની શાળાઓ
૪) કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ્સ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (જીઝ્રઈ) સાથે જાેડાણ ધરાવતી ઉપર દર્શાવેલી શાળાઓ સિવાયની શાળાઓ
૫) સામાન્ય રીતે નિવૃત્ત શિક્ષકો પુરસ્કાર માટે પાત્ર નથી. પરંતુ જે શિક્ષકો અન્ય શરતો પરિપૂર્ણ કરી હશે ઉપરાંત કેલેન્ડર વર્ષના અમુક ભાગમાં એટલે કે, ઓછામાં ઓછા ચાર મહિના માટે જે વર્ષમાં રાષ્ટ્રીય પુરસ્કારો સંબંધિત છે તે વર્ષમાં ૩૦મી એપ્રિલ સુધી સેવા આપી હોય તેવા શિક્ષકોને ધ્યાનમાં લેવામાં આવશે.
૬) શૈક્ષણિક સંચાલકો, શિક્ષણ નિરીક્ષકો અને તાલીમ સંસ્થાઓના કર્મચારીઓ આ પુરસ્કારો માટે પાત્ર નથી.
૭) શિક્ષક મુખ્ય શિક્ષકે ટ્યુશન કરાવતા ન હોવા જાેઈએ.
૮) માત્ર કાયમી અને મુખ્ય શિક્ષક કે જેઓ ઓછામાં ઓછા દસ વર્ષથી સેવા આપતા હોય તેવા શિક્ષકો દરખાસ્ત કરી શકશે.
૯) કરાર આધારિત શિક્ષકો અને શિક્ષા મિત્ર એવોર્ડ માટે પાત્રતા ઘરાવતા નથી તેમ વધુમાં જણાવવામાં
આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *