વરસાદી ઋતુમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્ટર બોન ડિસીઝ નિયંત્રણની તૈયારીઓની મંત્રીએ સમીક્ષા કરી –
બિપરજાેય વાવાઝોડાનો સામનો કરવા માટે ગુજરાતની પૂર્વ તૈયારીઓની મનસુખભાઈ માંડવીયાએ રાષ્ટ્રીય સ્તરે સરાહના કરી –
પૂર્વ તૈયારીઓથી આપત્તિ સામે સુરક્ષાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પ્રસ્થાપિત કર્યુ-વેક્ટર બોન ડિસીઝ નાબૂદી માટે પૂર્વ તૈયારીઓ કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી નો અનુરોધ –
રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર ખાતે થી બેઠકમાં જાેડાયા –
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠકમાં ગુજરાતમા વાહક જન્ય રોગ નિયંત્રણ માટેની તૈયારીઓનો ચિતાર રજૂ કર્યો –
શહેરી વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે મંત્રી ઋષિકેશ પટેલે ૮ મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓને જરુરી સુચનાઓ આપી
(જી.એન.એસ),તા.૩૦
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય વાહક જન્ય રોગ (વેક્ટર બોન ડિસીઝ)ની રીવ્યુ બેઠક યોજાઈ હતી.
રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર ખાતેથી આ બેઠકમાં જાેડાયા હતા.વરસાદી ઋતુમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વેક્ટર બોન ડિસીઝ નિયંત્રણની તૈયારીઓની કેન્દ્રીય આરોગ્ય મંત્રી એ સમીક્ષા કરી હતી.સમીક્ષા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જરુરી સુચન પણ કર્યા હતા?.આ ક્ષણે મનસુખ માંડવીયાએ બિપરજાેય વાવાઝોડાનો સામનો કરવા માટે ગુજરાતની પૂર્વ તૈયારીઓ અને તેના પરિણામની રાષ્ટ્રીય સ્તરે સરાહના કરી હતી.
પૂર્વ તૈયારીઓથી આપત્તિ સામે સુરક્ષાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પ્રસ્થાપિત કર્યુ છે તેમ જણાવી વેક્ટર બોન ડિસીઝ નાબૂદી માટે પૂર્વ તૈયારીઓ કરવા કેન્દ્રીય મંત્રી શ્રી એ તમામ રાજ્યોને અનુરોધ કર્યો હતો.રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠકમાં ગુજરાતમા વાહક જન્ય રોગ નિયંત્રણ માટેની તૈયારીઓનો ચિતાર રજૂ કર્યો હતો.વેક્ટર બોન ડિસીઝના નિયંત્રણ માટે ગુજરાત સંપુર્ણપણે સજ્જ હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વરસાદી પાણી ભરાય તેવી હાઇરાઇઝ બિલ્ડીંગ તેમજ મચ્છરના બ્રીડિંગની નાબૂદી માટે ડ્રોન ટેકનોલોજીની મદદથી દવા છંટકાવ માટેના મહેસાણા ખાતે આરંભેલા પાયલોટ પ્રોજેક્ટની વિગતો રજૂ કરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે શહેરી વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે મ ૮ મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ સાથે બેઠક યોજીને જરુરી સુચનાઓ આપી હતી.