અમદાવાદ
અમેરિકામાં જુદી જુદી જગ્યાએ વસતા ગુજરાતીઓને એક કરતી સંસ્થા એટલે ફેડરેશન ઓફ ગુજરાતી એસોશિએશન – ેંજીછ (ફોગા – યુએસએ) કે જેના ૧૫ બાળકો હાલ ભારત પ્રવાસે છે. જેમાં તેમણે ભારતની શાન ગણાતો હિમાલય પર્વત પર ૧૫૦૦૦ ફીટની ઉંચાઈ પર જઈ પર્વતારોહણ કર્યું અને સાથે જ અનેક સામાજીક કાર્યો પણ કર્યા છે.વિશ્વભરમાં ઓળખ પામેલી વિશ્વની સૌથી વિરાટ મુર્તિ સ્ટેચ્યું ઓફ યુનિટીની પણ તેમણે મુલાકાત કરી હતી. પાટણની ઐતિહાસિક રાણ કી વાવની સાથે સાથે અમદાવાદમાં દ્ગૈંડ્ઢ, ૈંૈંસ્ અને કાંકરિયાની પણ કરી મુલાકાત કરી છે.અમેરિકામાં જ જન્મેલા અને ગુજરાત આવેલા બાળકો સાથે ખાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરેલી તીસ્યા દવેએ ટીવી૯ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઝ્રસ્એ અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે ચિંતા કરી છે.અમેરિકાના બાળકો ગુજરાતી કલ્ચર સાથે જાેડાયેલા રહે તે માટે પણ પ્રયત્નો કરવાની ખાતરી આપી છે. ત્યારબાદ મુખ્યમંત્રીએ તમામને ગાંધીનગર સ્થિત ગીફ્ટ સીટીની પણ મુલાકાત કરાવી હતી.આ ઉપરાંત તેમણે નક્કી કર્યું કે આસપાસના વિસ્તારમાં જરૂરિયાત ધરાવતા બાળકોને પણ તેમના દ્વારા ભણતર માટે આર્થિક મદદ કરવામાં આવશે.ગુજરાત આવેલા પ્રવાસીઓએ ન માત્ર હર્યું ફર્યું પરંતુ કેટલાક જરૂરીયાત ધરાવતા બાળકોની પણ મુલાકાત લીધી હતી. ગુજરાત સ્થિત મુની આશ્રમ જ્યાં માનસીક રોગી અને અનેક લોકો સાથે મુલાકાત કરી, અને તેમના ભણતર માટે જાતે ફાળો એકઠો કરી તેમના ભણતર માટે પણ અનોખી પહેલ કરી છે.અમેરિકામાં જ જન્મેલા પરંતુ પોતાના માતા પિતા અથવા દાદા દાદી મૂળ ભારતના હોય તેવા બાળકો હાલ ભારત પ્રવાસે છે. ત્યારે જાહોજલાલી વચ્ચે અમેરિકામાં રહેતા બાળકોને ભારતની સાદગી અને સાતત્યતા પસંદ આવી રહી છે. અને તેની સાથે સાથે જ સંસ્થા દ્વારા ભારતીય મૂળ લોકોને પોતાના દેશ ભારત તરફ વાળવાનો આ સુંદર પ્રયાસ છે.


